દિલ્હી-

એઈમ્સ દિલ્હીએ એક પરીક્ષણમાં જાણવા મળ્યુ છે કે કોરોના મૃત્યુદર ઘટાડવા પ્લાઝ્મા ઉપચાર અસરકારક નથી. એઈમ્સે 30 દર્દીઓ પર લેવામાં આવેલા પરીક્ષણોના આધારે આનો અંદાજ લગાવ્યો છે. ડોકટરોએ જોયુ છેે કે મૃત્યુદરની દ્રષ્ટિએ કોઈ ફાયદો નથી, પરંતુ એક મોટા અધ્યયનમાં થેરાપીથી જીવંત રહેવાની સંભાવનામાં સુધારો થયો છે.

આ દિવસોમાં, કોરોનાથી સાજા થયેલા લોકોના શરીરમાંથી પ્લાઝ્મા લઈને ચેપગ્રસ્ત લોકોની સારવાર પર ખૂબ ભાર આપવામાં આવી રહ્યો છે. પરંતુ હવે એઇમ્સનો આ અભ્યાસ લોકોની અપેક્ષાઓને નબળી પડી શકે છે.ડોક્ટરોએ કહ્યું કે તમને ખબર જ નહીં હોય કે તમે ખૂબ બીમાર છો. પરંતુ પછી તમે જો કોઈ કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવો છે, તો તમારેે પરીક્ષણ માટે જવું જોઈએ. લોકોએ એ પણ ભૂલવું ન જોઈએ કે તેમણે ડોકટરોની સલાહ પર ઓક્સિમીટરનો ઉપયોગ કરવો જોઈએ.

એઈમ્સના ડિરેક્ટર ડો.રનદીપ ગુલેરિયાએ કહ્યું કે આ એક પ્રાથમિક વિશ્લેષણ છે. 15 દર્દીઓના બે જૂથો હતા, જેમણે પ્લાઝ્મા ઉપચારની અસરકારકતા શોધવા માટે પરીક્ષણ કરાવ્યું. એક જૂથને સામાન્ય સારવાર આપવામાં આવી હતી, જ્યારે બીજાને સામાન્ય સારવાર ઉપરાંત પ્લાઝ્મા આપવામાં આવ્યો હતો. ડો.રનદીપ ગુલેરિયાએ આગળ જણાવ્યુ હતુ કે પરીક્ષણમાં અમને જાણવા મળ્યું કે મૃત્યુ દર બંને જૂથોમાં સમાન હતો. દર્દીઓ માટે ઘણા ફાયદા નહોતા. તેમણે વધુમાં કહ્યું કે અમને હજી પણ કંઇપણ તારણ કાઢવા માટે વધુ પુરાવાઓની જરૂર છે. વર્તમાન પરીક્ષણો દર્શાવે છે કે પ્લાઝ્મા ઉપચાર સલામત છે. આનાથી કોઈ પણ દર્દીને નુકસાન નથી. પરંતુ તે જ સમયે તે ખૂબ અસરકારક નથી.