દિલ્હી-

તા, 16 ડિસેમ્બરને ભારતમાં વિજય દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે પાકિસ્તાનની વિરુદ્ધમાં 1971માં ભારતને જીત મળી હતી અને એક દેશના રૂપમાં બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું હતું. આજે આ દિવસના ઉપલક્ષમાં PM મોદી વોર મેમોરિયલ પહોંચી ચૂક્યા છે અને સ્વર્ણિમ વિજય મશાલ પ્રજ્વલિત કરશે અને આ મશાલને 1971 યુદ્ધના પરમવીર ચક્ર અને મહાવીર ચક્ર વિજેતાઓના ગામ લઈ જવાશે.

PM મોદી વર્ષ 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધના 50 વર્ષ પૂરા થવાના અવસરે બુધવારે રાજધાની દિલ્હી સ્થિત રાષ્ટ્રીય સમર સ્મારકની અમર જ્યોતિથી સ્વર્ણિમ વિજય મશાલ પ્રજ્વલિત કરશે. રક્ષા મંત્રાલયની તરફથી એક નિવેદનમાં કહેવાયું છે કે રાષ્ટ્રીય સમર સ્મારક પર સતત પ્રજ્વલિત જ્યોતથી 4 વિજય મશાલ પ્રજ્વલિત કરાશે અને તેને 1971 યુદ્ધના પરમવીર ચક્ર અને મહાવીર ચક્ર વિજેતાઓના ગામ લઈ જવાશે. આ વિજેતાઓના ગામની સાથે સાથે 1971ના યુદ્ધ સ્થળોની માટીને નવી દિલ્હીના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં લાવવામાં આવશે. 16 ડિસેમ્બર ભારતમાં વિજય દિવસના રૂપમાં ઉજવાય છે. આ દિવસે પાકિસ્તાનની વિરુધ્ધમાં ભારતને જીત મળી અને એક દેશના રૂપમાં બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું. મંત્રાલયે કહ્યું છે કે પીએમ મોદી રાષ્ટ્રીય સમર સ્મારક પર રાત દિવસ ચાલી રહેલી જ્યોતથી વિજય મશાલ પ્રજ્વલિત કરશે.