અમદાવાદ-

રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાએ વિનાશ વેર્યો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય હવાઈ નિરીક્ષણ માટે બુધવારે ગુજરાત આવ્યા છે. આ ખાના-ખરાબી બદલ રાય સરકાર દ્રારા ઘરવખરી સહાય, કેશડોલ, કાચા -મકાન, પાકા મકાન તૂટવા, બાગાયતી પાક અને ખેતીના પાકને નુકશાની ને લઈને સર્વેની કામગીરી આજથી શ કરવામાં આવનાર છે.આ માટે રાયના મહેસૂલી અધિકારીઓ પંચાયત અધિકારીઓ અને બાગાયત અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે.

છેલ્લા ૪૮ કલાક દરમિયાન ૧૬ હજારથી વધુ મકાનો ૫૫ હજારથી વધુ વૃક્ષો ૭૦ હજારથી વધુ વીજ થાંભલાઓ ૨૦૦થી વધુ ટ્રાન્સફોર્મર સબ સ્ટેશન ૬૫૦૦થી વધુ ગામોમાં અંધારપટ ૨૨૦૦થી વધુ ગામોમાં અંધારપટ ફેલાયો છે આ માટે યુદ્ધના ધોરણે કામગીરી રાય સરકાર દ્રારા શ કરી દેવામાં આવી છેદિલ્હીથી ભાવનગર પહોચીને તેમણે ગુજરાતનાં વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું એરિયલ સર્વે કર્યું હતું. આશરે બે કલાક જેટલો સમય તેમણે આનાં માટે ફાળવ્યો હતો. ટૂંક સમયમાં વજડાપ્રધાન અમજાવાદ ખાતે પહોચીને એરપોર્ટ પર જ અધિકારીઓ સાથે બેઠક કરશે. રાજ્યનાં પાંચ મહત્વનાં અધિકારીઓ સાથે તે બેઠક કરશે. આ અધિકારીઓમાં સીએમ ,ચીફ સેક્રેટેરી અનિલ મુકીમ , સીએમના ચીફ પ્રિન્સિપલ સેક્રેટેરી કે.કૈલાશનાથન ,રેવન્યુ ACS પંકજ કુમાર સહિત અન્ય બે ઉચ્ચ અધિકારી રહેશે હાજર. આઅધિકારીઓપીએમ ને પ્રેઝન્ટેશન રજૂ આપશે. ડીઝાસ્ટર વિભાગે કરેલા પ્રાથમિક સર્વે નો ડેટા રજૂ કરાશે. એક અંદાજ પ્રમાણે તાઉતે વાવાઝોડાના પરિણામે રાજ્યમાં અંદાજે ૩૦૦૦ કરોડનું નુકશાન બતાવવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન દ્વારા કેન્દ્ર કરફથી ગુજરાતને રાહત પેકેજ જાહેર કરાય તેવી સંભાવના છે.