નવી દિલ્હી-

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઝાંસીમાં રાણી લક્ષ્મીબાઈ કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીનું ઓનલાઈન લોકાર્પણ કર્યું હતું. આ કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટી બુંલેદખંડ ક્ષેત્રની એક અગ્રણી સંસ્થા છે. રાણી લક્ષ્મીબાઈ કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીનું ઓનલાઈન લોકાર્પણ કરાશે.

આ પ્રયાસથી શિક્ષણના માળખાગત સુવિધામાં સુધારો થશે. કૃષિ તેમજ ખેડૂત કલ્યાણ ક્ષેત્રે સંશોધનમાં સહયોગ થશે. કૃષિ યુનિવર્સિટીએ 2014-2015માં તેમનું પ્રથમ શૈક્ષણિક સત્ર અને કૃષિ બાગાયત અને વનીકરણમાં અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક અભ્યાસક્રમો ચલાવી રહ્યું છે. તેમજ કહેવામાં આવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે.