અમદાવાદ-

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારના રોજ પોતાના ગૃહ રાજ્ય ગુજરાતમાં મહત્વની ત્રણ યોજનાઓનું વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદ્ઘાટન કર્યું છે. જેમાં ગિરનારમાં રોપ-વેની યોજનાનો પણ સમાવેશ થાય છે. ગીરનાર પર્વત પર બનેલા મંદિરના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓને 10000 પગથિયાઓ ચઢીને જવું પડતું હતું. તેમાંથી હવે રાહત મળશે.

આ રોપ-વે શરૂ થવાથી હવે ફક્ત સાત મિનિટમાં જ ભવનાથ તળેટીથી અંબાજી માતાના મંદિર સુધી પહોંચાડી દેવામાં આવશે. આ રોપવેમાં 24 ટ્રોલીઓ લગાવવામાં આવશે. એક ટ્રોલીમાં આઠ લોકો બેસી શકશે. તેથી એક ફેરામાં 192 પ્રવાસીઓ પ્રવાસ કરી શકશે. રોપ-વે શરૂ થવાતી જૂનાગઢનો ગીરનાર રોપ-વે પર્યટન ક્ષેત્રમાં આકર્ષણનું કેન્દ્ર બની જશે. 

આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ ગુજરાતના ખેડૂતો માટે કિસાન સૂર્યોદય યોજના અને અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં યૂએન મેહતા ઈન્સ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરની સાથે પીડિયાટ્રિક હાર્ટ હોસ્પિટલ અને ટેલી-કાર્ડિયોલોજી માટે એક મોબાઈલ એપ્લીકેશનનું પણ ઉદ્ઘાટન કર્યું.

રાજ્યમાં સિંચાઈ માટે દિવસમાં વીજળી આપૂર્તિ માટે મુખ્યમંત્રી વિજય રુપાણીના નેતૃત્વવાળી ગુજરાત સરકારે તાજેતરમાં જ કિસાન સૂર્યોદય યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના માટે ખેડૂતોને સવારે પાંચથી રાત્રે નવ વાગ્યા સુધી વીજળી મેળવી શકશે. 

રાજ્ય સરકારે કિસાન સૂર્યોદય યોજના દ્વારા 2023 સુધીમાં ટ્રાન્સમિશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે 3500 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. 2020-21 માટે દાહોદ, પાટણ, મહિસાગર, પંચમહાલ, ખેડા, તાપી, વલસાજ, છોટા ઉદયપુર, આણંદ અને ગિર-સોમનાથને આ યોજના અંતર્ગત આવરી લેવામાં આવશે. આ સિવાયના જિલ્લાઓને પણ 2013 સુધી તબક્કાવાર રીતે આવરી લેવામાં આવશે.