અમદાવાદ-

આજથી અમદાવાદ ખાતે વેકસીનની ટ્રાયલ શરુ થઈ છે ત્યારે જાણવા મળ્યું છે કે આગામી 2 દિવસમાં ગુજરાતમાંથી રસીને લઈને મોટી જાહેરાત થઈ શકે છે. આ જાહેરાત મહત્વની હોવાની સાથે જાણવા એમ પણ મળે છે કે વડાપ્રધાન મોદી શનિવારે ગુજરાત આવે તેવી સંભાવના છે. આ મુલાકાત દરમિયાન તેઓ ઝાયડસ પ્લાન્ટની મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે ઝાયડસમાં પણ વેકસિન પર કામ અંતિમ ચરણમાં છે. ઝાયડસ કંપની પણ ઝાયડસ-ડી રસી પર કામ કરી રહી છે. કોરોનાના કહેર વચ્ચે અનુમાન છે કે પીએમ ગુજરાત આવી અને આ અંગે મોટી જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યાનુસાર વડાપ્રધાનની આ મુલાકાતની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ગુજરાતનાં અમદાવાદ પાસે આવેલા ઝાયડસ ફાર્માનાં પ્લાન્ટની મુલાકાત લે તેવી શક્યતાઓ સામે આવી છે. PM ની અચાનક ગુજરાત મુલાકાતનું કારણ છે કોરોના વેક્સિન. કોરોના વેક્સિન વિકસાવવામાં ઝાયડસ ફાર્મા અંતિમ ચરણમાં પહોંચ્યું છે.