ન્યુ દિલ્હી,તા.૨૦

કોરોના સંકટમાં મોદી સરકાર પ્રવાસી શ્રમિકો માટે એક મેગા પ્લાન લઈને આવી છે. તે હેઠળ લાકડાઉન દરમિયાન પોતાના રાજ્યો અને ગામ પરત ફરેલા લાખો લોકોને રોજગાર અને પુનર્વાસ માટે એક યોજના બનાવવામાં આવી છે. તેને ગરીબ કલ્યાણ રોજગાર યોજના નામ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ૨૦ જૂને આ અભિયાનને વિડીયો કોન્ફરન્સ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું.

પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ગરીબો, શ્રમિકો, ખેડૂતોના હિત માટે પગલું ભરવા જઈ રહી છે. તે ૧.૭૦ લાખ કરોડની ગરીક કલ્યાણ પેકેજ પ્રદાન કરવાનું હોય કે ૨૦ લાખ કરોડ રૂપિયાનું આત્મનિર્ભર ભારત બનાવવાનો સંકલ્પ હોય, હવે આ નવી યોજનાથી સરકારનો ઉદ્દેશ્ય કોરોના સંકટકાળમાં પણ ગ્રામીણ ભારતમાં રોજગાર નિર્માણ કરવાનું છે.

આ સ્કીમમાં બિહાર સહિત ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, ઓડિશા આ ૬ રાજ્યોના ૧૧૬ જિલ્લાઓને કવર કરવામાં આવશે.

ગરીબ કિસાન કલ્યાણ રોજગાર અભિયાન ૧૨૫ દિવસનું છે, જેનો મિશન મોડ પર અમલ કરવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય લાકડાઉન દરમિયાન પરત ફરેલા શ્રમિકો માટે રોજગાર, આજીવિકા, ગરીબ કલ્યાણ સુવિધાઓ અને કૌશલ વિકાસના લાભને સુનિશ્ચિત કરવાનો છે. તે મુજબ પ્રવાસી શ્રમિકો માટે ૨૫ પ્રકારના કામ સામેલ કરવામાં આવ્યા છે. આ સ્કીમમાં ૫૦ હજાર કરોડ રૂપિયા ખર્ચનો અંદાજ છે.

વડાપ્રધાન મોદી ૨૦ જૂને સવારે ૧૧ વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા આ સ્કીમને લોન્ચ કરવામાં આવી હતી. બિહારના ખગરિયા જિલ્લાના તેલીગર ગામથી આ સ્કીમની શરૂઆત કરવામાં આવી હતી. ૬ રાજ્યોના કુલ ૧૧૬ જિલ્લા કામન સર્વિસ સેન્ટર દ્વારા આ પ્રોગ્રામ સાથે જાડાયા હતા.