ભોપાલ-

મધ્ય પ્રદેશના રાજ્યપાલ અને ભાજપ નેતા લાલજી ટંડનનું આજે મેદાંતા હોસ્પિટલમાં નિધન થયું છે. સ્વાસ્થ્ય ખરાબ હોવાના કારણે તેમને મેદાંતા હોસ્પિટલમાં 11 જૂને દાખલ કરવામાં આવ્યા હતાં. સોમવારથી જ તેમની હાલત સ્થિર હતી. જેને લઈને મેદાંતા હોસ્પિટલ દ્વારા હેલ્થ બુલેટીન પણ જાહેર કરવામાં આવ્યું હતું. 11 જૂને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયેલા લાલજી ટંડનની તબિયત 15 જૂને વધુ બગડી હતી. પેટમાં બ્લીડિંગ થવાથી તેમનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદથી તેઓ સતત વેન્ટિલેટર પર જ હતાં.

મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનનું અવસાન થયું છે. તેઓ કેટલાક દિવસોથી ગંભીર રીતે બીમાર હતા. 85 વર્ષની ઉંમરે એમણે લખનઉમાં અંતિમ શ્વાસ લીધા. લાલજી ટંડનના પુત્ર અને ઉત્તર પ્રદેશ સરકારમાં કૅબિનેટ મંત્રી આશુતોષ ટંડને ટ્વીટર પર એમના પિતાના મૃત્યુની પુષ્ટિ કરી છે.

એમની ગેરહાજરીમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલને મધ્ય પ્રદેશનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલજી ટંડનના નિધન પર શોક વ્યક્ત કરતા લખ્યું કે ઉત્તર પ્રદેશમાં ભાજપને મજબૂત કરવામાં એમણે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું.