ભુજ-

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કચ્છની એક દિવસની મુલાકાતે આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ધોરડોમાં આગમન થઈ ચૂક્યું છે. પીએમ મોદી ધોરડો ખાતે તૈયાર કરાયેલ વિલેજ થિમની પણ મુલાકાત લેશે. અહીં કચ્છની ગ્રામીણ ભાતીગળ સંસ્કૃતિ નિહાળશે. કચ્છનાં ગામડા, ભૂંગા અને તેની થિમ આધારિત તૈયાર કરાયેલ પાર્કની મુલાકાત લેશે.

માંડવીમાં મોદીના હસ્તે ડિસેલિશેન પ્લાન્ટનુ ખાતમુહુર્ત કરવામાં આવશે. વડાપ્રધાન રિન્યુએલ એનર્જી પાર્કનું પણ ઉદઘાટન કરશે. નરેનેદ્ર મોદી સાંજે સાડા પાંચ વાગે કચ્છના સફેદ રણનો નજારો માણશે. પાંચ કલાકની મુલાકાત બાદ તેઓ સાંજે સાડા સાત વાગે દિલ્હી જવા રવાના થશે. વડાપ્રધાન ભૂકંપગ્રસ્તની યાદમાં ભુજમાં બની રહેલા મેમોરિયલ પાર્કની મુખ્યમંત્રી રૂપાણી અને અધિકારીઓ સાથે સમીક્ષા કરશે. કચ્છના હસ્તકલા કારીગરોને મળી ટેન્ટસિટીમાં રણ વચ્ચે ઉભા કરાયેલા વિશાળ ડોમમાં વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે.વીડીયો કોન્ફરન્સના માધ્યમથી ખાતમુર્હુત કરશે.