અમદાવાદ-

વડાપ્રધાન મોદીનાં ડ્રીમ પ્રોજજેક્ટ હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસની શુભ શરૂઆત આજે થઇ ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરીનું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું છે.

આ કાર્યક્રમમાં હજીરાથી કેટલાક લોકોએ પીએમ મોદી સાથે સંવાદ કર્યો હતો. જેમા એક ખેડૂતે પીએમ મોદી સાથે વાત કરી હતી. જેમા તેમણે જણાવ્યું હતું કે, સુરતથી સૌરાષ્ટ્ર આવવા જવામાં વર્ષ 1995 પછી 12 - 13 કલાક લાગે છે અને તેમાં પણ ટ્રાફિક આવી જાય એટલે બીજા દિવસે વારો આવે. એટલે અમારા માટે ખુશીનાં સમાચાર એ છે કે, અમારે દરિયાઇ માર્ગે સમય બચશે. રોજની 10થી 12 ગાડી સુરત રીંગણા જાય છે. દરિયાઇ માર્ગથી અમને એટલો લાભ મળશે કે, ડિઝલ બચશે, ગાડીનાં ટાયર બચે, ડ્રાઇવરને આરામ મળશે. અમારા શાકભાજી એસી કન્ટેનરમાં જશે એટલે એની ગુણવત્તા બગડશે નહીં એટલે અમને સારો ભાવ મળશે. પહેલા તો 10થી 12 કલાકમાં જતા થાય અને લાઇટો એટલી આવે કે આંખો ખરાબ થાય, ઘૂળ એટલી આવે કે ટ્રકો પણ ખરાબ થાય પણ હવે આવું નહીં થાય. જે માટે ખૂબ ખૂબ આભાર. આના જવાબમાં પીએમ મોદીએ જણાવ્યું કે, તમે એટલા વિસ્તારથી વાત કહી છે કે, આ નવી વ્યવસ્થા કઇ રીતે કામ કરે છે અને તેનાથી શું લાભ મળે છે તે બધું તમે એકસાથે સમજાવી દીધું. આપે એમ કહ્યું કે, આપ ત્રણ ચોપડી ભણેલા છો અને ખેતીનું કામ કરો છો છતાંપણ આખુ આનું અર્તશાસ્ત્ર, વિજ્ઞાન તમે બધુ સમજાવી દીધું. ગુજરાતનાં ખેડૂતની આ વિશેષતા છે પરિવર્તન શીલ છે. નવી વસ્તુઓ સરળતાથી સ્વીકારે છે.