મનાલી-

દેશને વધુ એક ગર્વનો અવસર મળશે. જેની ખૂબ જ લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે અટલ સુરંગ બનીને તૈયાર થઈ ગયું છે. જે આગામી મહિનામાં પીએમ મોદી દેશને સમર્પિત કરશે.

હિમાલયની પીર -પંજાલ રેન્જમાં 10 હજાર ફીટથી વઘુ ઉંચાઈ પર નિર્મિત આ વિશ્વની સૌથી લાંબી અને અત્યાધુનિક ટ્રાફિક ટનલ હશે. લેહ-મનાલીને જોડનાર આ સુરંગનું નામ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયની સ્મૃતિમાં અટલ રોહતાંગ સુરંગ રાખવામાં આવ્યું છે.

સુરંગની ઉપર સેરી નદીનું પાણી જળાશયમાં ભેગું કરવામાં આવશે. આ કારણે સુરંગ બનાવવામાં 4000 કરોડ રુપિયાનો ખર્ચ થયો છે. આ યોજનાને પૂર્ણ કરવામાં અંદાજે 5 વર્ષનો વિલંબ થયો છે. પરંતુ દેર આયે-દુરસ્ત આયેની આ કહેવતની જેમ હવે આ ટનલ દેશના મુકુટમાં શોભા બનવા જઈ રહી છે.

હિમાલયની પીર-પંજાલ રેન્જમાં 10 હજાર ફીટથી વધુ ઉંચાઈ પર નિર્મિત અટલ રોહતાંગ ટનલ વિશ્વની સૌથી લાંબી અને અત્યાધુનિક ટ્રાફિક ટનલ હશે. આવતા મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને આ ટનલ સમર્પિત કરશે.