દિલ્હી-

અયોધ્યામાં રામ મંદિર ભૂમિ-પૂજન વખતે PM એ આઈઆઈટી કાનપુર દ્વારા બનાવવામાં આવેલું માસ્ક પહેર્યુ હતું. આ માસ્કને આઈઆઈટી કાનપુરમાં ઈનક્યુબેટેડ કંપની ઈ-સ્પિને બનાવ્યું હતું. આઈઆઈટીનું કહેવું છે કે આ માસ્ક સંપૂર્ણ રીતે દેશી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના કાર્યક્રમ મન કી બાતમાં આ માસ્કના વખાણ કરી ચુક્યા છે. પ્રધાનમંત્રી દ્વારા આઈઆઈટી કાનપુરના માસ્ક પ્રયોગ કરવા પર શિક્ષકોએ ખુશી વ્યક્ત કરી છે.ઈ-સ્પિનના નિર્દેશક ડો સંદીય પાટિલે જણાવ્યું કે આ માસ્ક બજારમાં હાજર અન્ય માસ્કથી સંપૂર્ણ રીતે અલગ છે. આ માસ્કને 'શ્વાસા' નામ આપવામાં આવ્યું છે. તેની વિઝિબિલિટી, ફિલ્ટરેશન અને ક્ષમતા અન્ય માસ્કોની તુલનામાં ખૂબ સારી છે. આ માસ્કથી બેક્ટેરિયા અને વાયરસના હુમલાથી તમે સુરક્ષિત રહી શકો છો. પાટિલે જણાવ્યું કે આ પહેલુ માસ્ક છે જે નીલ્સન દ્વારા સર્ટિફાઈડ છે. તેમણે જણાવ્યું કે આ માસ્ક પીએમ 0.3 અને પીએમ 2.5ના હિસાબથી બનાવવામાં આવી રહ્યું છે.

હાલના સમયમાં આ માસ્કને વોશેબલ બનાવવા પર કામ ચાલી રહ્યું છે. તેનો ફાયદો એ છે કે આ માસ્કનો ફરી વખત ઉપયોગ કરી શકાશે. પાટિલે જણાવ્યું કે આ માસ્ક થ્રી-એમનું રિપ્લેસમેન્ટ છે. તેમણે જણાવ્યું કે આ માસ્કનું પહેલી વખત નિર્માણ ત્રણ જાન્યુઆરી 2019માં શરૂ થયું હતું. તેનો ઉપયોગ પહેલા હોસ્પિટલોમાં વધુ થતો હતો. સંદીપે આઈઆઈટી કાનપુરમાં પીએચડી કરી છે. પ્રધાનમંત્રી મોદી દ્વારા માસ્કનો પ્રયોગ કરવા પર ડો સંદીપ પાટિલે ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આ અમારી માટે ગર્વની વાત છે કે અમારા માસ્કનો ઉપયોગ પીએમ મોદી કરી રહ્યા છે.

આઈઆઈટી કાનપુરના સ્ટાર્ટઅપ ઈનક્યુબેશન એન્ડ ઈનોવેશન સેન્ટરે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે અમારી ટીમ પ્રધાનમંત્રી દ્વારા ભૂમિ પૂજન વખતે અમારા માસ્કના ઉપયોગની ખૂબ પ્રસન્ન છે. આ ભારતીય સ્ટાર્ટઅપ અને ઈનોવેશનની ક્વોલિટી અને ક્ષમતાનો સબૂત છે. કંપની N95 N99 શ્વાસા માસ્ક બન્નેનું નિર્માણ કરી રહી છે. પ્રતિદિન 50થી 60 માસ્ક બનાવવામાં આવી રહ્યા છે. ઉત્પાદન વખતે પ્રદૂષણ રોકવા માટે ઉત્પાદન લાઈનને સંપૂર્ણ રીતે સ્વચાલિત બનાવવાં આવ્યું છે. આ પહેલના પાછળનો વિચાર મહામારી સામે વડવા માટે દેશને સામુહિક પ્રયાસમાં યોગદાન કરવાનો છે. માટે આ કારણથી માસ્ક ખૂબ સસ્તી કિંમત પર સામાન્ય જનતા માટે ઉપલબ્ધ છે. આ માસ્ક કંપનીની વેબસાઈટની સાથે સાથે કરવામાં આવેલી પ્રમુખ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.