દિલ્હી-

દેશમાં આત્મનિર્ભર ભારતની શરૂઆત કરવામાં આવી છે અને લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે લોકલ વસ્તુઓને પ્રોત્સાહન આપો ત્યારે આજે નાના બાળકોના રમકડા તરફ પીએમ મોદીએ દેશનું ધ્યાન દોર્યું અને તેના માટે ખાસ અપીલ પણ કરી. પીએમ મોદીએ કહ્યું કે હું મન કી બાત સાંભળી રહેલા બાળકોના માતા-પિતાથી માફી માંગુ છું કારણ કે હોઈ શકે કે હવે તે મન કી બાત સાંભળ્યા બાદ રમકડાની નવી નવી માંગણીઓ શરુ કરી દેશે અને માતાપિતા માટે એક નવું કામ સામે આવી જશે. PM મોદીએ કહ્યું કે રમકડા જ્યાં એક્ટિવિટીને વધારે છે ત્યાં આપણી આકાંક્ષાઓને નવી ઉડાન પણ આપે છે. 

રમકડાને લઈને દેશવાસીઓથી ખાસ અપીલ કરતાં પીએમ મોદીએ કહ્યું 'હવે બધા માટે લોકલ રમકડા માટે વોકલ થઇ જવાનો સમય છે. આવો આપણે કંઇક નવા પ્રકરાના સારી ગુણવત્તાનાં રમકડાં બનાવીએ. આપણે એવા રમકડાં બનાવીએ પર્યાવરણને પણ અનૂકૂળ હોય. આપણા દેશમાં કેટલા બધા આઈડિયા છે અને કેટલા બધા કોન્સેપ્ટ છે, સમૃદ્ધ ઈતિહાસ પણ છે. શું આપણે તેના પર ગેમ્સ બનાવી શકીએ છે ?.હું દેશના યુવાન ટેલેન્ટ થઇ કહું છું તમે ભારત માટે ગેમ્સ બનાવો અને ભારતમાં જ ગેમ્સ બનાવો. 

મન કી બાતના 68મી વાર દેશવાસીઓને પીએમ મોદી સંબોધિત કરી રહ્યા છે ત્યારે અત્યારે દેશમાં તહેવારોની સીઝન ચાલી રહી છે ત્યારે કોરોનાકાળમાં દેશવાસીઓએ જે ધીરજ રાખી રહ્યા છે તેના પર પીએમ મોદીએ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે કોરોનાકાળમાં દેશવાસીઓમાં પોતાની જવાબદારીની લાગણી છે જેના કારણે ઉત્સવોમાં લોકો ધીરજતા દાખવી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે દેશમાં થઇ રહેલા આયોજનમાં જે રીતે ધીરજ અને સાદગી જોવા મળી રહી છે તે અભૂતપૂર્વ છે. 

ખેડૂતોનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે દેશમાં આ વખતે ખરીફ પાકની વાવણીમાં ગયા વર્ષે કરતા સાત ટકાનો વધારો થયો છે. હું તેના માટે દેશના ખેડૂતોને શુભકામનાઓ પાઠવું છું, તેમના પરિશ્રમને નમન કરું છું. ખેડૂતોની શક્તિથી આપણું જીવન, સમાજ ચાલે છે. આપણા પર્વ ખેડૂતોના પરિશ્રમના કારણે રંગબેરંગી બની જાય છે.

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે એવામાં ગૃહમંત્રાલય દ્વારા અનલોક-4 માટેની ગાઈડલાઈન આપી દેવામાં આવી છે જેમાં કેટલીય નવી છૂટછાટ મળી ગઈ છે. દેશમાં કોઈ પણ પ્રતિબંધ વગર અવરજવરની પરવાનગી આપવામાં આવી છે જ્યારે શિક્ષણને લગતા મોટો નિર્ણય લેવામાં આવ્યા છે જેમાં 9થી 12ના વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ શિક્ષકના માર્ગદર્શન માટે શાળાએ જઈ શકે છે. એવામાં વડાપ્રધાન મોદી દેશને મન કી બાતના માધ્યમથી સંબોધિત કરી રહ્યા છે.