ગાંધીનગર-


રાજ્યમાં વિવિધ 5 વિકાસના કામોનું લોકાર્પણ કરીને જન્મદિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.


ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ આ કાર્યક્રમોમાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા સહભાગી થઇને ઇ-લોન્ચિંગ કરશે. જ્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દિલ્હીથી આ વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાશે.

રાજ્યના 33 જિલ્લાઓના 70 સ્થળોએ રાજ્ય પ્રધાનમંડળના પ્રધાનો, બોર્ડ-નિગમના અધ્યક્ષો, પદાધિકારીઓ, ધારાસભ્યો આ કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોના સંક્રમણ નિયંત્રણ પ્રોટોકોલના પાલન સાથે મર્યાદિત સંખ્યામાં લોકોની ઉપસ્થિતીમાં જોડાશે. ગુરૂવારે 17 સપ્ટેમ્બરના રોજ સમગ્ર દિવસ દરમિયાન યોજાનારા આ વિકાસ પંચામૃત કાર્યક્રમોમાં સૌ પ્રથમ કાર્યક્રમ સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના અન્વયે પ્રાકૃતિક ખેતી માટેના વધુ બે પગલા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને ગાય માટે નિભાવ ખર્ચની રૂપિાયા 900ની સહાય તેમજ જિવામૃત બનાવવા માટે કિટ સહાયની યોજનાનું ઇ-લોન્ચિંગ કરવામાં આવશે. આ અવસરે CM રૂપાણી પ્રતિકરૂપે ગાંધીનગરમાં લાભાર્થીઓને સહાય મંજૂરી પત્રો અર્પણ કરશે. સમગ્ર રાજ્યમાં આ બન્ને યોજનાઓ અંતર્ગત કુલ રૂપિયા 80 કરોડની સહાય 2 લાખ જેટલા ધરતીપુત્રોને આપવાનું આયોજન છે. વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે 17મી સપ્ટેમ્બરના રોજ માત્ર એક જ દિવસમાં 4900 લાભાર્થી ખેડૂતોને રૂપિયા 1.32 કરોડની સહાય ચૂકવવામાં આવશે.

CM રૂપાણી MoU ઉપરાંત વડાપ્રધાનના 70મા જન્મદિવસના ઉપલક્ષ્યમાં યોજાનારા કાર્યક્રમો અન્વયે કલાયમેટ ચેઇન્જ વિભાગના 10 વર્ષ પૂર્ણ થવા અવસરે વિવિધ 10 MoU સાઇનિંગના વર્ચ્યુએલ સેરિમનીમાં ઉપસ્થિત રહેશે. આ સાથે તેઓ બિલ્ડીંગ અ કલાયમેટ રિલેસિયન્સ ગુજરાત અ ડિકેડ ઓફ કલાયમેટ એકશન એન્ડ રોડ મેપ ફોર ધ ફયુચર કોમ્પોડિયમનું પણ ઇ-લોન્ચિંગ કરવાના છે. CM વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના માર્ગદર્શનમાં આ બધા જ કાર્યક્રમો વડાપ્રધાન મોદીના 70મા જન્મદિવસની રાજ્યમાં ઉમંગ ઉજવણી અન્વયે યોજવાનું આયોજન કરવામાં આવ્યુ છે.