મુંબઈ-

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ વેપારીઓની તરફેણમાં મોરચો ખોલ્યો છે. તેમણે કહ્યું કે, વેપારીઓએ જ્યાં સુધી માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ભરવાનું બંધ કરવું જોઈએ. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, વેપારીઓએ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલો જીએસટી ચૂકવવો જોઈએ નહીં. પ્રહલાદ મોદી ઓલ ઈન્ડિયા ફેર પ્રાઈસ શોપ એસોસિએશનના ઉપાધ્યક્ષ છે. ઉલ્હાસનગરમાં આયોજિત ટ્રેડર્સ ટ્રેડ એસોસિએશનના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા લાદવામાં આવેલો જીએસટી ચૂકવશો નહીં. ત્યારે માત્ર મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે જ નહીં, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તમારા ઘરના દરવાજે આવશે. પ્રહલાદ મોદીએ કહ્યું કે, ઈંધણના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર દ્વારા નક્કી થાય છે. પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીના કાર્યકાળમાં આ બન્યું હતું. તેથી, જો તમે ખુલ્લા બજાર મુજબ ચલાવવા માંગતા હો, તો તમારે ભોગવવું પડશે.