અયોધ્યા-

વડા પ્રધાન અયોધ્યા રામ મંદિરના ભૂમિ પૂજન માટે આજે 28 વર્ષ બાદ અયોધ્યા આવ્યા છે. પીએમ મોદીએ રામરાજ અયોધ્યા મંદિરમાં ભૂમિ પૂજન કર્યું. સમગ્ર નગરી શ્રી રામના નાદ સાથે ગુંજી ઉઠી છે. વડા પ્રધાન મોદીએ રામ મંદિરમાં પ્રવેશ કરતા પહેલા દંડવત પ્રણામ કર્યું હતું. જે બાદ ભગવાન રામની આરતી ઉતારી હતી. પુષ્પો અર્પણ કરીને પ્રાર્થના કરી હતી.

વડા પ્રધાન મોદી હનુમાનગઢીથી રામ મંદિર જવા રવાના થયા છે. મંદિરના મહંતે વડા પ્રધાનને ખેસ પહેરાવ્યો હતો. હવે થોડી જ વારમાં મોદી ભૂમિ પૂજન કરશે. વડા પ્રધાન મોદીએ હનુમાનગઢી પહોંચીને ભગવાન હનુમાનની આરતી ઉતારી. સમગ્ર નગરી ભગવાન રામના નારાથી ગુંજી ઉઠી છે. થોડી જ વારમાં ભગવાન રામ લલ્લાના દર્શન કરશે અને જે બાદ ભૂમિ પૂજન કરવામાં આવશે.