અમદાવાદ-

હાલ સમગ્ર દેશમાં રસીકરણ ચાલી રહ્યું છે. ત્યારે પીએમ મોદીના માતાએ કોરોના રસી પ્રથમ ડોઝ લીધો છે.


આ માહિતી પોતે પીએમ મોદીએ ટ્વીટ કરીને આપી છે. પીએ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, મારા માતાએ આજે કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો છે. હું દરેકને વિનંતી કરી છું કે, લોકોને રસી લેવા માટે પ્રોત્સાહિત અને મદદરૂપ થાવ. અગાઉ ૧લી માર્ચે દિલ્હી એમ્સમાં પીએમ મોદીને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. દેશમાં હાલ ૬૦ વર્ષથી વધુની ઉંમરના લોકો અને ૪૫થી વધુ વયના ગંભીર બીમારીઓનો સામનો કરી રહેલાં લોકોને રસી આપવામાં આવી રહી છે.

દેશમાં ૧૬મી જાન્યુઆરીથી રસીકરણ અભિયાનની શરૂઆત થઇ હતી. જે બાદ ૧લી માર્ચથી બીજા તબક્કાની શરૂઆત થઇ હતી. કોરોના રસીકરણ અભિયાનને બીજા તબક્કામાં ગતિ પકડી છે. રસીકરણ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. આંકડાની વાત કરીએ તો અત્યાર સુધી એટલે કે રસીકરણના ૫૫માં દિવસ સુધી દેશમાં ૨.૫૬ કરોડથી વધુ ડોઝ અપાઇ ચૂક્યાં છે.