અમદાવાદ-

વડાપ્રધાન નરેન્દ્રમ મોદીએ આજે અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના ફેજ-2 અને સુરત મેટ્રો પ્રોજેક્ટ માટે ભુમિપૂજન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આયોજિત કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન વિજય રુપાણી અને કેન્દ્રીય શહેરી વિકાસ પ્રધાન હરદીપ સિંહ પુરી પણ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના બીજા તબક્કામાં કુલ 28.25 કિલોમીટરની લંબાઈના 2 કૉરિડોર રહેશે. પ્રથમ કૉરિડોર મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી રહેશે. જેની કુલ લંબાઈ 22.83 કિલોમીટરની રહેશે. જ્યારે બીજા તબક્કામાં જેએનએલયૂથી ગિફ્ટ સીટી સુધી હશે. જેની કુલ લંબાઈ 5.41 કિલોમીટરની હશે.આ પરિયોજના ઓ પર કુલ ખર્ચ રૂ. 5384.17 કરોડ થશે. સુરત મેટ્રો પ્રોજેક્ટ માટે કુલ ખર્ચ 12020.32 કરોડ રુપિયા છે.આ કૉરિડોર 20 સ્ટેશનો- સરથના, નેચર પાર્ક, કપોદરા, લાભેશ્વર ચોક એરિયા, સેન્ટલ વેર હાઉસ, સુરત રેલવે સ્ટેશન, મસ્કટી હોસ્પિટલ, ગાંધી બાગ, મજૂર ગેટ, રુપાણી કનાલ, ડ્રીમ સિટીને જોડે છે.બીજો કૉરિડોર ભેસન થી સરોલી લાઈનનો છે. જે 18.74 કિલોમીટર લાંબો છે. જેમાં 18 મેટ્રો સ્ટેશનો ભેસન, ઉગાટ, વરિગ્રહ, પાલનપુર રોડ, એલપી સાવની સ્કુલ, ઉડાજન ગામ, એક્વેરિયમ, મજૂર ગેટ, કામેલા દરવાજા, મગોબ અને સરોલીને જોડે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને બીજી સૌથી મોટી ભેટ આપી છે. વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યથી સુરત અને અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે. આજથી અમદાવાદમાં 17 હજાર કરોડ રુપિયાથી વધુ ઈન્ફાસ્ટ્રક્ચરનું કામ શરુ થશે. કોરોનાકાળમાં પણ ઈન્ફાસ્ટ્રક્ચરના નિર્માણને લઈ દેશનો પ્રયાસ સતત વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ મેટ્રોના ફેજ -2 અને સુરત મેટ્રો પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું છે. સુરત મેટ્રો પ્રોજેક્ટ અંદાજે 12020.32 રુપિયા છે.આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, તેમજ રાજ્યપાલ આચાર્યદેવવ્રત , મુખ્યપ્રધાન વિજય રુપાણી અને કેન્દ્રીય શહેરી વિકાસ પ્રધાન હરદીપ સિંહ પુરી પણ હાજર રહ્યા હતા.