દિલ્હી- 

વડાપ્રધાન મોદી આજે કચ્છના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે તેમના આગમનને લઇ માંડવી અને ધોરડોમાં તૈયારીઓ પૂર્ણ થઇ છે. મોદીના આગમનને લઇ SPG કમાન્ડોને પણ ખડેપગે રાખવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદી સી વોટર ડિસેલીનેશન પ્લાન્ટનું ભૂમિ પૂજન કરશે. આ સી વોટર ડિસેલીનેશન પ્લાન્ટથી કચ્છના 4 તાલુકાને પીવાનું મીઠું પાણી મળતું થશે. આ ઉપરાંત પીવાના પાણી માટે કાયમી સ્ત્રોત ઉભો થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ડિસેમ્બરે દિલ્હીથી સાડા અગિયાર વાગે કચ્છ આવવા રવાના થશે. મોદી બપોરે દોઢ વાગે ક્ચ્છના ભૂજ એરપોર્ટ પહોચશે અને ભૂજથી હેલિકોપ્ટર મારફતે માંડવી પહોચશે. માંડવીમાં મોદીના હસ્તે ડિસેલિશેન પ્લાન્ટનુ ખાતમુહુર્ત કરવામાં આવશે. વડાપ્રધાન રિન્યુએલ એનર્જી પાર્કનું પણ ઉદઘાટન કરશે. નરેન્દ્ર મોદી સાંજે સાડા પાંચ વાગે કચ્ચના સફેદ રણનો નજારો માણશે. પાંચ કલાકની મુલાકાત બાદ તેઓ સાંજે સાડા સાત વાગે દિલ્હી જવા રવાના થશે.