કચ્છ-

વડાપ્રધાનનાં ધોરડો ખાતેના કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રુપાણી, ઉર્જાપ્રધાન સૌરભ પટેલ , ગૃહપ્રધાન પ્રદીપ સિંહ જાડેજા, પ્રવાસન પ્રધાન જવાહર ચાવડા સહિતના પ્રધાનો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધોરડો ખાતે કાર્યકમમાં ઉપસ્થિત રહેશે. ત્રણ પ્રોજેક્ટનું વર્ચ્યુલથી ભૂમિ પૂજન કરશે. વડાપ્રધાનની કચ્છ મુલાકાત લઈને ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કચ્છનો કાર્યક્રમ નવા કૃષિ કાયદાને લઈને દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે થઈ રહ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે કચ્છની સરહદે ખેતી કરતા પંજાબી ખેડૂતોને વાતચીત માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદી આજે કચ્છના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે તેમના આગમનને લઇ માંડવી અને ધોરડોમાં તૈયારીઓ પૂર્ણ થઇ છે. મોદીના આગમનને લઇ SPG કમાન્ડોને પણ ખડેપગે રાખવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદી સી વોટર ડિસેલીનેશન પ્લાન્ટનું ભૂમિ પૂજન કરશે. આ સી વોટર ડિસેલીનેશન પ્લાન્ટથી કચ્છના 4 તાલુકાને પીવાનું મીઠું પાણી મળતું થશે. આ ઉપરાંત પીવાના પાણી માટે કાયમી સ્ત્રોત ઉભો થશે.