રાજપીપળા નર્મદા અને વડોદરા જિલ્લાને જાેડતો શ્રી રંગ સેતુ બ્રિજના નિર્માણમાં કરોડો રૂપિયા ખર્ચાયા હતા.એ બ્રિજ બન્યા બાદ વાહનોના અવર જવર માટે ચાલુ રહેવા કરતા સમારકામ માટે બંધ વધુ રહ્યો છે.બ્રિજના નિર્માણમાં જેટલો ખર્ચ થયો છે એટલો ખર્ચ એના સમારકામ પાછળ થયો છે ત્યારે એ બાબત બ્રિજ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાની ચાડી ખાય છે.હાલમાં જ ૭/૧૧/૨૦૨૦ ના રોજ આવેલા ભૂકંપને પગલે બ્રિજમાં ખામી સર્જાતા ભારે વાહનો માટે છેલ્લા ૪ મહિનાથી બંધ હતો. તો હવે પોઈચા શ્રી રંગ સેતુ બ્રિજની સેટલમેન્ટની કામગીરીને પગલે આગામી ૧૫/૦૩/૨૦૨૧ થી ૧૬/૦૪/૨૦૨૧ સુધી બ્રિજ વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ રાખવા વડોદરા કલેકટર શાલીની અગ્રવાલે એક જાહેરનામું બહાર પાડ્યુ છે જેથી લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.આ બ્રીજ બન્યા બાદ વારંવાર પોતાના નબળા બાંધકામને કારણે ખોડંગાતો રહ્યો છે.અગાઉ પણ ૨૦૧૪ મા બે માસ કરતાં વધુ સમય માટે આ બ્રીજ સમારકામ માટે બંધ કરવામા આવ્યો હતો.ત્યાર બાદ સમયાંતરે સર્વિસ કે રીપેરીંગના કારણોસર ભારદારી વાહનો માટે કે આશિંક રીતે વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી.ત્યારે વધુ એક વાર પોઈચા બ્રિજને ૭/૧૧/૨૦૨૦ ના રોજ આવેલા ભુકંપને કારણે થયેલા નુકશાનને પગલે રીપેર કરવાને નામે એક માસ માટે સંપુર્ણ રીતે બંધ કરવાની ફરજ પડી છે.જેથી વડોદરા ધંધા સાથે જાેડાયેલા લોકો અને તબીબી ઈમરજન્સી વધુ સઘન સારવાર માટે વડોદરાની હોસ્પીટલોના ચક્કર કાપતા દર્દીઓ અને ઈમરજન્સી સારવાર માટે વડોદરાની એસ.એસ.જી અને અન્ય હોસ્પીટલો ઉપર આધાર રાખતાં દર્દીઓ કફોડી હાલત મા મુકાઈ જશે તે નક્કી છે.તેથી વહીવટી તંત્ર મેડીકલ ઈમરજન્સી અને માનવ જીવનને બચાવવા માટે ગ્રીન ચેનલ ચાલુ રાખી એમ્બ્યુલન્સને આવવા જવાની મંજુરી આપે એ જરુરી છે