વડોદરા

કરજણના બોડકા ગામના તળાવ માંથી મગર તેમજ કોટંબી નજીક આવેલી ખાનગી કંપની માંથી ઝેરી કોબ્રા અને ફતેગંજ વિસ્તારમાં એક પ્લોટમાં ખોદખામની ચાલી રહેલી કામગીરી દરમિયાન આવી ગયેલા ઝેરી રસલ વાઈપર સાપને પ્રાણી પ્રેમી સંસ્થા વાઈલ્ડ લાઈફ રેસ્કયુ ટ્રસ્ટના કાર્યકરોએ રેસ્કયુ કરીને વન વિભાગને હવાલે કર્યા હતા.

વાઇલ્ડ લાઇફ રેસ્કયુ ટ્રસ્ટનાં અરવિંદ પવાર પર કરજણ તાલુકાના બૉડકા ગામમાંથી ચીમનભાઇ નો ફોન આવ્યો હતો કે, એક મગર તળાવમાં આવી ગયો છે.જેના કારણે પાણી ફરવા જવામાં તકલીફ પડી રહી છે. જેથી સંસ્થાનાં યુવરાજ સિંહ અને કરજણ વન વિભાગના અધિકારી દ્વારા એક પીંજરું મૂકવા માં આવ્યુ હતુ. જેમાં આજે સવારે એક ૪ ફુટ નો મગર પાંજરે પુરાતા રેસ્ક્યુ કરી ને કરજણ વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.

જ્યારે હાલોલ રોડ કોટંબી પાસે આવેલી એસિયનટ પોલી પ્રોડક્ટ કંપની માં ગત રાત્રે ઝેરી કોબ્રા સાપ નીકળતાં કંપનીના કામદારેમાં નાસભાગ મચી હતી, કંપની માંથી કરણભાઇ ચૌહાણનો કોલ આવતા સંસ્થાના કાર્યકર સંતોષ રાવલ તથા વિજુ કંપનીમાં પહોંચીને ગયા ૪ઃ૩૦ ફૂટ લાંબા ઝેરી કોબ્રા સાપ ને રેસ્ક્યુ કર્યો હતો. ત્યાર બાદ મોડી રાત્રી ના ફતેગંજ ઉર્મિ એપાર્ટમેન્ટ પાસે આવેલી મહાજન સોસાયટી માં પ્રાઇવેટ પ્લોટામા જેસીબીથી ખોદકામ ચાલી રહ્યુ હતુ ત્યારે ઝેરી સાપ નીકળતા ત્યાના રહીશે વાઈલ્ડ લાઈફ રેસ્કયુ ટ્રસ્ચને જાણ કરતા સંસ્થાના વોલીયેનટર સ્થળ પર પહોંચી ગયા હતા.અને ૪ ફૂટ લાંબા ઝેરી રસલ વાઈપર સાપને રેસ્ક્યુ કર્યો હતો, અને બંને સાપને વન વિભાગ ને સોપવામાં આવ્યાં હતાં.