રાજપીપળા, રાજપીપળાના હરસિધ્ધિ માતાના ફેસબુક એકાઉન્ટ ઉપર કોઈ ઈસમ બિભસ્ત અલગ અલગ ફોટા મુકી હિન્દૂ ધર્મની લાગણી દુભવવાનો હીન પ્રયાસ કરતા ભાવિક ભકતોની આસ્થાને ઠેસ પહોંચી હતી. તપાસ અધિકારી પી.આઇ. એ.આર.જાદવે જણાવ્યું હતું કે અમે આ મામલે ફેસબુકના નોડલ અધિકારી સાથે સતત સંપર્કમાં છીએ, હાલ તો આ ફેસબુક પેજની કવર સ્ટોરી બ્લોક કરાવી છે. કોઈ પણ ફેસબુક પેજ પર કવર સ્ટોરી એડમીન જ મૂકી શકે, ખરેખર આ પેજનો એડમીન કોણ છે એ ફાઈન્ડ આઉટ થતું નથી.કોઈ એડમીને પોતાનું સિમ કાર્ડ બદલ્યું હોય અને નવું સિમ કાર્ડ લીધું હોય, જૂનું સિમ કાર્ડ ૩ મહિના સુધી વપરાશ ન થાય અથવા બંધ રહે તો એ સિમ કાર્ડ ઓટોમેટિકલી અન્ય ગ્રાહકને જે તે કંપની ફાળવી દેતી હોય છે.હવે કોઈ વિકૃત મગજના વ્યક્તિ પાસે એ સિમ કાર્ડ આવી જાય, બાદ એ મોબાઈલમાં પોતાનો નંબર ફાઈન્ડ કરે તો એ વ્યક્તિને આ ફેસબુક પેજ દેખાયુ હોવું જોઈએ, એ નંબરથી યુઝર આઈડી અને પાસવર્ડ પણ બદલી શકાય.જ્યારે સિમકાર્ડ બદલાય અથવા બંધ થાય ત્યારે એડમીને ફેસબુકમાં મુકેલો નંબર બંધ કરી દે તો બીજો સબસ્ક્રાઈબર યૂઝર આઈડી અને પાસવર્ડ યુઝ કરી શકે છે.આ કિસ્સામાં આવું જ બન્યુ હોવું જોઈએ.