વડોદરા, તા.૭ 

કોરોના વકરતા લદાયેલા રાત્રી કર્ફ્‌યુ દરમ્યાન જાહેરનામા ભંગના ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો જાેવા મળી રહ્યો છે. એની પાછળ લોકોની જાગૃતતા જવાબદાર છે કે પોલીસની ઢીલી નીતિ એ તપાસનો વિષય બની ગયો છે. જાેકે, માસ્ક વગર ફરતા વાહન ચાલકો હજુ પણ સુધરવાનું નામ લેતા નથી. છેલ્લા ૨૪ કલાકમાં માસ્ક વગર ફરતા ૧૩૫૩ લોકો પાસેથી પોલીસે ૧૩.૫૩ લાખનો અને પાલિકાએ ૭૮,૯૦૦ રૂપિયા દંડ વસુલ કર્યો છે. જ્યારે, રવિવારે રાત્રે કર્ફ્‌યુના જાહેરનામા ભંગ બદલ શહેરભરના પોલીસમથકોમાં ૮ ગુનાઓ નોંધી ૯ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.૨૪ કલાકમાં કોરોના સંક્રમણમાં વધારો થાય એ રીતે માસ્ક વગર બહાર જાહેરમાં નીકળેલા ૧૩૫૩ લોકોને જુદા જુદા પોલીસ મથકોની ટીમોએ ઝડપી પાડી હતી, પોલીસે જાહેર સ્થળો અને પરિવહન સમયે માસ્ક નહીં પહેરવા બદલ આ ૧૩૫૩ લોકો પાસેથી રૂા.૧૩.૫૩ લાખ જેટલી રકમનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ સાથે દિવસભર માસ્ક ચેકીંગ અંગેની કાર્યવાહી હાથ ધરીને પાલિકાની વિવિધ ટીમો દ્વારા ૭૮,૯૦૦ રૂપિયા દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાત્રિ કરફયૂના અમલ દરમિયાન માત્ર આવશ્યક અને સત્તાવાર પરવાનગી ધરાવનારાઓ જ બહાર નીકળી શકતા હોવા છતાં યોગ્ય કારણ વગર બહાર વાહન લઈને કે ચાલતા બહાર નીકળેલા ૯ લોકોને ઝડપી પાડી ફરફયૂના જાહેરનામાના ભંગ બદલ ૮ ગુનાઓ જુદા જુદા પોલીસ મથકોમાં નોંધાયા હતા.

માસ્ક વગર ચા વેચનાર યુવાન વિરુદ્ધ ગુનો દાખલ

સયાજીગંજ પોલીસમથકના પોલીસકર્મીઓને ગઈકાલે સાંજે પેટ્રોલિંગ દરમ્યાન એસ.ટી બસ ડેપો પાસે માસ્ક વગર ચા ની લારી ચલાવી રહેલો યુવાન મળી આવ્યો હતો. આ યુવાનનું નામઠામ પૂછતાં પોતે રવિ બાબુભાઇ ઠાકોર(રહે. સ્વામીનારાયણ નગર, નિઝામપુરા) હોવાનું જણાવ્યું હતું. આ માટે તેની પાસેથી દંડ વસૂલવા જતા તેણે તૈયારી દર્શાવી ન હતી. જેથી પોલીસ દ્વારા તેના વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.