વડોદરા : શનિવારની મધ્યરાત્રિ બાદ રેલવે સ્ટેશનની સામે દાૃરના નશામાં કારચાલકે કરેલા અકસ્માતમાં સયાજીગંજ પોલીસ ભીુનં સંકેલવાના પ્રયાસમાં લાગી છે. જાણીતા તબીબના પુત્રે કરેલા આ અકસ્માતમાં ઘાયલ રિક્ષાચાલક અને ઊંધી ગળી ગયેલા કારચાલકને એક જ એમ્બ્યુલન્સમાં લઈ ગયા હોવા છતાં ફરિયાદમાં માત્ર કારના નંબરનો ઉલ્લેખ કરી કારચાલકને બચાવવાના પ્રયાસો થયા હોવાનું માનવામાં આવે છે.મહત્ત્વની વાત તો એ છે કે પોલીસે કારચાલકનો બ્લડ ટેસ્ટ પણ કરાવ્યો નથી, જ્યારે કાર એટલી પૂરઝડપે આવી રહી હતી કે માર્ગની સાઈડ ઉપર ઊભેલી રિક્ષાને અડફેટમાં લીધા બાદ કાર પલટી ખાઈને માર્ગ ઉપર ઊંધી પડી ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષાની અંદર પાછળ સૂઈ રહેલા ડ્રાઈવર અને નશામાં હોવાનું મનાતા કારચાલક મેહુલ પ્રદીપભાઈ શાહ (રહે. રોડકનાથ સોસાયટી, જૂના પાદરા રોડ)ને ઈજા પહોંચતાં બંનેને ૧૦૮ એમ્બયુલન્સ મારફત સયાજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. બાદમાં દવાખાને પહોંચ્યા બાદ પોલીસે ગોઠવણ કરી રિક્ષાચાલકની નોંધેલી ફરિયાદમાં માત્ર કારનો નંબર જીજે ૦૬ કેડી પર૮૦ના ચાલકનો ઉલ્લેખ કર્યો છે. મળતી વિગત અનુસાર આ કારના માલિક ડો. પ્રદીપ રમણલાલ શાહ છે અને એમનો પુત્ર મેહુલ આ કાર ચલાવી રહ્યો હતો, એ સયાજી હોસ્પિટલમાં સભાન હોવા છતાં પોલીસે એને બચાવવા માટે માત્ર કારનો નંબર જ લખ્યો છે અને દારૂ પીધેલાનો ટેસ્ટ કરાવ્યો નથી. આ મામલાની તપાસ કરી રહેલા લંગેશ રાઠવા નામના હે.કોન્સ્ટેબલ દ્વારા પોતાનો ફોન આજે દિવસભર બંધ કરી દેવાયો હતો. બીજી તરફ અકસ્માત બાદ બચાવમાં દોડી ગયેલા રિક્ષાચાલકોએ કારનો ચાલક પીધેલો હોવાનું જણાવ્યું છે.

શામશેરસિંગ શું આ મામલે પણ કડક થશે?

જે પી પોલીસની બેદરકારી સામે પીઆઈની બદલી

પીએસઆઈ,એએસઆઈ સસ્પેન્ડ કર્યા તો તબીબના પુત્રને અકસ્માત બાદ દારૂ પીધેલાનો ટેસ્ટ પણ નહીં કરાવનાર સયાજી ગંજ પોલીસના જવાબદાર કર્મીઓ સામે પણ કડક પગલાં લેશે એવો પ્રશ્ન સર્વત્ર ચર્ચાઈ રહ્યો છે.