અમદાવાદ, શહેરના નરોડા વિસ્તારમાં સ્પાની આડમાં ચાલી રહેલા સેક્સરેકેટ પર નરોડા પોલીસે દરોડો પાડીને સ્પાના સંચાલક સહીત ત્રણ લોકોની ધરપકડ કરી છે. જેમાં મજબૂર યુવતીઓને સ્પાની આડમાં લાવીને તેમની પાસે દેહ વ્યાપરનો ધંધો કરાવવામાં આવતો હતો અને ગ્રાહકો પાસેથી ઉચી કીંમતે પૈસા પડાવતા હતા.નરોડા વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે પોલીસને બાતમી મળી હતી કે, નરોડા ગેલેક્સી એવેન્યુમાં માહી સ્પા નામની ફર્મમાં સ્પાના નામે જીવનમાં આર્થિક રીતે મજબૂર થયેલી યુવતીઓને લાવવામાં આવતી હતી. સ્પામાં આવનારા ગ્રાહકો પાસેથી મસમોટી રકમ પડાવીને આ યુવતીઓને ગ્રાહકોની મોજ માટે સોંપી દેવામાં આવતી હતી, જેથી પોલીસને માહી સ્પામાં ગેરકાયદે મહિલાઓને રાખીને તેમનું શોષણ કરવામાં આવી રહ્યુ છે. જેના આધારે પોલીસે તે જગ્યાએ વોચ ગોઠવી હતી. ત્યારબાદ પોલીસે સ્પામાં દરોડો પાડ્યો હતો. જેમાં સ્પાના સંચાલક અને એક યુવતી મળી આવી હતી. પોલીસે સ્પાની તપાસ કરી હતી જેમાં જણાવા મળ્યુ હતુ કે, સ્પાના સંચાલકો રાજ્ય બહારથી યુવતીઓને બોલાવી સ્પાની આડમાં તેમનુ શોષણ કરાવે છે અને ગ્રાહકો પાસે ઉચી કીંમતે રૂપિયા પડાવે છે. જેથી પોલીસે એક યુવતી સહીત ત્રણ લોકોની ધરપકડ કરી છે.

યુવતીને લાવી રૂ.૩૦૦ આપી દેહવેપાર કરાવતા

સ્પાના સંચાલકો સ્પાની આડમાં બહારથી જરૂરીયાત મંદ યુવતીઓને લાવતા હતા અને ગ્રાહકો પાસેથી અન્ય સર્વિસ ચાર્જ આપવાના બહાને મોટી રકમ પડાવી ધંધો કરાવતા હતા. જાે કે સંચાલકો આ યુવતીઓને રૂ.૩૦૦ આપતા હતા. જાે કે સમગ્ર સેક્સરેકેટનો પર્દાફાશ કરીને પોલીસે યુવતીઓને શોષિત થતી બચાવી લીધી છે તેમજ સ્પાની આડમાં અનૈતિક પ્રવૃત્તિ કરનારા સ્પાના સંચાલક અને યુવતીની તેમ ત્રણ વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે.