વલસાડ-

વલસાડ એલસીબી ની ટીમને મળેલી બાતમીના આધારે એક કાર નંબર GJ 16 CB 5412 માં દમણથી દારૂનો જથ્થો ભરી એક મહિલા સાથે સુરત તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે વલસાડ એલસીબીની ટીમે ધમડાચી હાઇવે પાસે એપીએમસી સામે કારને અટકાવતા કારમાં ચાલક અને તેની બાજુમાં સીટ ઉપર એક મહિલા નાના બાળક સાથે બેઠી હતી. કારના ચાલકને પોલીસે ઉતારી કાર ચેક કરતા ડ્રાઈવર સીટ પાછળ અને કારની ડીકીમાં ૨૨૬ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કારનો ચાલક દીપકભાઈ રમણભાઈ પરમાર ઉમર વર્ષ 37 પાલેજ પોલીસ લાઈન માં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. તથા બાજુની સીટ ઉપર તેની પત્ની મમતા દીપકભાઈ પરમાર અને તેનો દિકરો બેસેલા મળી આવ્ય હતા.

પોલીસ ને ગાડીમાંથી 226 બોટલ દારૂનો જથ્થો, 3 મોબાઈલ ફોન ,ટેબ્લેટ અને કાર મળી કુલ 6.2 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે પોલીસનું દિપક પરમાર નો આઇડી કાર્ડ વગેરે કબજે કરી માલ ભરાવી આપનાર બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી પોલીસ જવાન વિરૂધ્ધ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે અગાઉ પણ પોલીસ એ વલસાડ જિલ્લા માં સરકારી કર્મચારી અને પોલીસ કર્મચારી ઓને દારૂ ની હેરાફેરીઆ ઝડપયા જ છે ત્યારે વધુ એક કિસ્સો આજરોજ બનવા પામ્યો છે.