રાજપીપળા

અગામી ૩૧ મી ઓક્ટોબર ૨૦૨૦ ના રોજ વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે.કેવડિયા બચાવો આંદોલન સમિતિએ ડો.પ્રફુલ્લ વસાવાની આગેવાનીમાં વડાપ્રધાન મોદીના એ કાર્યક્રમનો વિરોધ નોંધાવી ૩૦-૩૧ ઓક્ટોબરે કેવડિયા બંધનું એલાન આપતા તંત્રમાં ખળભળાટ મચ્યો છે.

જો કે વડાપ્રધાન મોદીના કાર્યક્રમ પેહલા જ કેવડિયા બચાવો આંદોલન સમિતિના મુખ્ય આગેવાન ડો.પ્રફુલ્લ વસાવા પર પોલીસ સાથે માથાકૂટ કરવા બદલ અને ધમકી આપવાના આરોપસર રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

રાજપીપળાના વડીયા વિસ્તારમાં બાઈક ચોરીના વધતા બનાવની તપાસ કરવા પોલિસ જલારામ ટાઉન શિપમાં ગઈ હતી, દરમિયાન ડો.પ્રફુલ્લ વસાવાએ પોલિસ સાથે ઉગ્ર ભાષામાં વાત કરી પોલીસને ધમકી આપી હોવાનું પોલિસ ચોપડે નોંધાયું છે.

અગાઉ નર્મદા ન્ઝ્રમ્ એ ફોન પર ધમકી આપી હોવાની ડો.પ્રફુલ્લ વસાવાએ એક લેખિત રજુઆત જિલ્લા પોલીસ વડાને કરી હતી.એ રજુઆત પાછી ખેંચવા નર્મદા પોલિસના દબાણના એક ભાગ રૂપે મારી પર આ ખોટી ફરિયાદ કરાઈ હોવાનું ડો.પ્રફુલ્લ વસાવાએ જણાવ્યું હતું.

અગાઉની વાત કરીએ તો કેવડિયા ખાતે ૨ દિવસ વડાપ્રધાન મોદી રોકાયા હતા, એ ૨ દિવસો દરમીયાન આદિવાસીઓએ કેવડિયામાં સંપૂર્ણ બંધ પાળી પોતાનો વિરોધ નોંધાવતા આ ઘટનાની નોંધ ઁસ્ર્ં કક્ષાએ લેવાઈ હતી.આ વખતના કાર્યક્રમમાં ભૂતકાળની ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે અગાઉથી જ નર્મદા પોલિસ સક્રિય બની છે, મોદીના કાર્યક્રમના સંભવિત વિરોધીઓ પર નર્મદા પોલીસ બાજ નજર રાખી રહી છે.