ડભોઈ ખાતે કોમી તોફાન સર્જાતા વડોદરાથી પોલીસ રવાના કરાઈ

વડોદરા, તા.૨૮

વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે મોડી સાંજે બે કોમના જુથ વચ્ચે અથડામન સર્જાતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ડભોઈ જવા રવાના થઈ ગયો હતો. ડભોઈના રબારીવાસ અને કડીયાવાસ વચ્ચે અથડામણ સર્જાતા સ્થાનિક પોલીસ તુર્ત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી પરંતુ Âસ્થતિ કાબુ બહાર જતી હોવાથી વડોદરાથી પોલીસનો કાફલો ડભોઈ ખાતે બોલાવી લેવામાં આવ્યો હતો.