સુરત-

જિલ્લાની મહુવા પોલીસની ટીમે વાહન ચેકિંગ દરમ્યાન મીયાપુર ત્રણ રસ્તા નજીકથી થ્રીવ્હીલ રીક્ષામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ 1.08 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બે વ્યક્તિને વોંટેડ જાહેર કર્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા પોલીસની ટીમ મીયાપુર ત્રણ રસ્તા નજીક વાહન ચેકિંગમાં હતી. તે દરમ્યાન એક થ્રીવ્હીલ રીક્ષા નંબર જીજે-5-એક્સએક્સ-5657 આવતા તેને અટકાવી હતી અને તેમાં તપાસ કરતાં વિદેશી દારૂની કુલ 332 નંગ બોટલ કિંમત રૂ. 33,200ના જથ્થા સાથે ચાલક વિશાલ ઉમેદગીરી ગૌસ્વામી (હાલ રહે, અમરોલી હાઉસિંગ સોસાયટી, સુરત શહેર, મૂળ રહે, મઠ વૃંદાવન, તા- બાડી, જી-ધૌલપુર, રાજસ્થાન) ને ઝડપી પાડ્યો હતો. પોલીસે ચાલકની પૂછ પરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો સુરત શહેરના તારવાડી ખાતે રહેતા પાંડુ નામના વ્યક્તિએ મંગાવ્યો હતો. જ્યારે આ વિદેશી દારૂનો જથ્થો ભરી રીક્ષા કાકા નામનો શખ્સ આપી ગયો હોય પોલીસે આ બંને વ્યક્તિને વોંટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.