અમદાવાદ-

શહેરમાં ઓઢવ પોલીસ બેફામ બની હોવાનો કિસ્સો પ્રકાશનમાં આવ્યો છે જેમાં ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 5 જેટલા પોલીસ કર્મીઓએ પરિવાર સાથે ગાળા ગાળો કરીને પરીવારના યુવક સાથે મારઝુડ કરી હતી. જો કે આ યુવકનો કોઈ વાક કે ગુનો ન હોવા છતા પોલીસે કર્મીઓએ આ હરકત કરી છે. જો કે લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ઓઢવ પોલીસ સ્ટેશનના કર્મીઓ વર્ધીનો પાવર સામાન્ય પ્રજાઓ પર બતાવે છે. જો કે આ મામલો પીઆઈ પોતે દબાવી રહ્યા હોવાનું પણ લાગી રહ્યું છે.

ભોગ બનનારે જણાવ્યા અનુસાર, ઓઢવના ઈન્દીરાનગરમાં રહેતા રમેશભાઈ ગોવિંદભાઈ પરમાર બુધવારે બપોરના સમયે તેમની સાસુ, સાળો અને સાળાની પત્નીને કારમાં લઈને ઓઢવની કેનાલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક પોલીસની જીપસી રોગ સાઈડમાં પૂર ઝડપે આવી હોવાથી રમેશભાઈએ પોલીસની જીપસી ચલાવી રહેલા પોલીસ કર્મીને શાંતિથી ગાડી ચલાવવાનું જણાવ્યું હતું ત્યારે ઉશ્કેરાયેલા ગાળા ગાડી કરવા લાગ્યા હતા. જેથી રમેશભાઈએ પોલીસ કર્મીઓને કારમાં મહિલાઓ બેઠી હોવાનું જણાવ્યું હતુ ત્યારે ઉશ્કેરાયેલા પોલીસ કર્મીઓ રમેશભાઈ સાથે મારઝુડ કરવા લાગ્યા હતા. કોઈ વાક ગુના વગર ઢોર માર માર્યો હતો. બીજી બાજુ બાઈક પરથી પસાર થઈ રહેલા બીજા બે પોલીસ કર્મીઓ પણ ત્યાં આવ્યા હતા અને રમેશભાઈ સાથે મારઝુડ કરવા લાગ્યા હતા. આમ પાચેય પોલીસ કર્મીઓએ પોતે પોલીસ હોવાનો ફાયદો મેળવી નિર્દોષ રમેશભાઈને ઢોર માર મારી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જો કે ત્યાં ગઈ ગયા બાદ તેમને છોડી દીધા હતા. જો કે ઢોર માર માર્યો હોવાથી રમેશભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે આ અંગે જનસત્તા લોકસત્તાએ ઓઢવ પોલીસ સ્ટેશનના પીઆઈનો મોબાઈલ પર સંપર્ક કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ આ મામલાને છુપાવવાનો હોય કે ગમે તે હોય કોઈ કારણસર પીઆઈ જાડેજા ફોન ઉપાડતા ન હતા.