વડોદરા

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની તા.૨૧મીએ યોજાનારી ચૂંટણી પૂર્વે આજે ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલા પોલીસ,હોમગાર્ડ,રેલવે પોલીસ વગેરે દ્વારા બરોડા હાઈસ્કૂલ બગીખાના ખાતે પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યુ હતુબંદોબસ્તની કામગીરી કરનાર ત્રણ હજારથી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ મતદાન કરશે. આવતિકાલે સરકારી અધિકારીઓ તેમજ કોર્પોરેશનના કર્મચારીઓ જે ચૂંટણી કામગીરીમાં સામેલ છે તેવા કર્મચારીઓનુ મતદાન થશે, ચૂંટણીને આડે હવે માત્ર ૩ દિવસનો સમય રહ્યો છે. ત્યારે આજે વડોદરા શહેર તેમજ જિલ્લા અને રેલવે પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ જે કોર્પોરેશનની ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલા છે તેમનુ મતદાન એકજ સ્થળે બરોડા હાઈસ્કૂલ બગીખાના ખાતે રાખવામાં આવ્યુ હતુ.વડોદરા કોર્પોર્શનના ૧૯ વોર્ડ માટે મતદાન યોજાયુ હતુ.મતદાન પૂર્વે ૩૦૦૦થી વધુ કર્મચારીઓને પોસ્ટલ બેલેટ ઈસ્યુ કરાયા હતા.તા.૨૧મીએ જે કર્મચારીઓ ફરજ પર છે તેમણે આજે મતદાન કર્યુ હતુ.જ્યારે આવતીકાલે જે સરકારી વિભાગ તેમજ અન્ય વિભાગ ઉપરાંત કોર્પોરેશનના જક્કર્મચારીઓ ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલા છે તેવા કર્મચારીઓનુ મતદાન થશે તેમ જાણવા મળ્યુ છે.