ડભોઇ 

 ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે પણ શપથવિધિ લેવામાં આવી હતી કોરોના કહેર વધતો જાય છે તેને લઈને તમામ સરકારી કચેરીઓ અધિકારીઓ દ્વારા તાલુકા પંચાયત પોલીસ સ્ટેશન સેવા સદન તથા સરકારી કચેરીઓમાં શપથ લેવાયા હતા. દેશમાં કોવિંદ ૧૯ સંક્રમણ સામે બચવાના પગલાઓની જાગૃતિ સંદર્ભે સરકાર દ્વારા ૭મી ઓકટોબરથી જાગરુકતા જન આંદોલનની શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત ૧૫ ઓક્ટોબરના રોજ તમામ સરકારી કચેરીઓ એ સંક્રમણને રોકવા હેતુ આવશ્યક પગલા નું પાલન કરવા માટે શપથ લેવાના અભિયાનમાં આજરોજ ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ વાઘેલાના નેજા હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી કે પંડ્યા સહિત પોલીસ કર્મચારીઓએ કોવિંદ ૧૯ સંદર્ભે જાગૃતિ શપથલીધા હતા પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ વાઘેલાએ અભિયાન માં પ્રદાન આપી સહયોગ આપવા જણાવ્યું હતું.