વલસાડ-

વલસાડ શહેરમાં કોરોનાના ખૌફના માહોલમાં પણ દારૂની મહેફિલ માણતા નબીરાઓને વલસાડ સીટી પોલીસે ઝડપી પાડ્યા છે. અડધી રાત્રે વલસાડ સીટી પોલીસે વલસાડના તિથલ રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં દરોડા પાડ્યા હતા. તે દરમિયાન એક નબીરાની બર્થડે પાર્ટીમાં શરાબની મહેફિલ માણતા ૧૦ યુવકો અને ચાર યુવતીઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

અડધી રાત્રે પોલીસે બોલાવેલી ધમાચકડીને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. બનાવની વિગત એવી છે કે, વલસાડના તિથલ રોડ પર આવેલા સુકૃતિ એપાર્ટમેન્ટમાં શરાબની મહેફિલ ચાલી રહી હોવાની વલસાડ જિલ્લા પોલીસ કંટ્રોલરૂમને માહિતી મળી હતી. મહેફિલની માહિતી મળતા જ વલસાડ સિટી પોલીસની ટીમ અડધી રાત્રે પૂરી તૈયારી સાથે સાથે સુકૃતિ અપાર્ટમેન્ટના પહેલા માળ પર આવેલા એક ફ્લેટમાં ત્રાટકી હતી. ફ્લેટનો દરવાજાે ખોલીને અંદર ઘુસતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે, ફ્લેટ બંધ કરી અને અંદર યુવકો અને યુવતીઓ મોટી સંખ્યામાં વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા હોવાનું જાેવા મળ્યું હતું. આથી પોલીસે દારૂની મહેફિલ માણતા ૧૦ યુવકો અને ૪ યુવતીઓને પણ ઝડપી લીધા હતા. આ તમામની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં પોલીસે વિદેશી દારૂની બોટલો અને મોબાઈલ ફોન અને અન્ય વાહનો મળી રૂપિયા ત્રણ લાખથી વધુની રકમનો મુદ્દામાલ જપ્ત કરી દસ યુવકો અને ચાર યુવતીઓની ધરપકડ કરી તમામને સળિયા પાછળ ધકેલી દીધા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ઉત્કર્ષ શિવકુમાર ગહેલોત નામના એક નબીરાનો બર્થ ડે હતો. તે તેની પત્ની સાથે તેના સસરાના નામ પર આવેલા ફ્લેટમાં પોતાના મિત્રો એવા યુવક અને યુવતીઓ ને બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણવા બોલાવ્યા હતા. મોડી રાત સુધી નબીરાઓએ ફ્લેટમાં દારૂની મહેફિલ માણી હતી. જેની જાણ વલસાડ પોલીસના કંટ્રોલરૂમમાં થતાં તાત્કાલિક સિટી પોલીસની ટીમ કામે લાગી અને ગણતરીની મિનિટોમાં જ પૂરી તૈયારી સાથે પોલીસે દારૂના નશામાં ચકચૂર ૧૦ યુવકો અને ચાર યુવતીઓ ની પણ ધરપકડ કરી હતી. સ્થળ પરથી વિદેશી દારુનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસની કાર્યવાહીમાં બર્થ ડે બોય ઉત્કર્ષ શિવકુમાર ગહેલોત, હર્ષ નવીન ગડ, દીપ વિજય કુમાર મોદી, પલ્લવ જિતેન્દ્ર શાહ, ચિંતન નવીન ગડા, ઋષભ અજય પુજારા, ભાવિન પ્રવીણ લીમ્બાચીયા,કેયુર અરૂણભાઇ પટેલ, પ્રતિક હિમાંશુ દેસાઈ, ધ્રુવાંગ જનક ગોકાણી નામના યુવકો ઝડપાયા હતા. આ યુવકો સાથે યુવતીઓ પણ દારૂની મહેફિલમાંથી ઝડપાઈ હતી. ઝડપાયેલી યુવતીઓના નામ પર એક નજર કરીએ તો માનસી શિવકુમાર ગહલોત, મૈત્રી ઉત્કર્ષ ગહેલોત, ખુશી ઉર્ફે ખુશ્બુ દીપ વિજયકુમાર મોદી, સોનાલી રવિન્દ્ર કરંજકજને પણ દારૂની મહેફિલ માંથી પોલીસે ધરપકડ કરી તમામને સળિયા પાછળ ધકેલી દીધા હતા.