વડોદરા, તા. ૨૯

કરજણ પોલીસને બાતમી મળેલ કે સંજયકુમાર ઉર્ફે સંજીવકુમાર વિઠ્ઠલભાઈ પટેલ ( રહે , રણછોડપાર્ક સોસાયટી , કરજણ)નાઓ તેમના સાથીદારો મારફતે ગણપતપૂરા ગામ પાસે આવેલ લીલાબા ફાર્મહાઉસ પર મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો મંગાવ્યો છે જેથી કરજણ પોલીસ દ્વારા લીલાબા ફાર્મહાઉસ ખાતે રેડ પાડતા વિદેશી દારૂ અગિયાર લાખથી વધુ કિંમતનો વિદેશી દારુનો જથ્થો મળી આવ્યો હતો. કરજણ પોલીસે દારુના જ્થ્થા સાથેે સંજયકુમાર ઉર્ફે સંજીવકુમાર વિઠ્ઠલભાઈ પટેલ ( રહે , રણછોડપાર્ક સોસાયટી , કરજણ), અર્જૂન અભેસિંગભાઈ મેડા (ગરબાગ્રાઉન્ડ પાસેના ઝૂંપડામાં , રણછોડપાર્ક સોસાયટી) , પ્રવીણભાઈ પ્રકાશભાઈ સોની (રહે, શ્રીજી હોટલ, કરજણ) , ઘનશ્યામભાઈ રાઠોડિયા (રાઠોડીયાવાસ , ધાવટ ગામ ) અને વિપુલકુમાર ઉર્ફે લાલો કનુભાઈ પટેલ (રહે, બાવીસી ખડકી ,ઘાવટ ગામ)ની ધરપકડ કરીને તેમની પાસેથી કુલ ૧૨, ૬૪,૫૦૦ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.