દિલ્હી-

પાઈલટ જાેધપુરમાં રાજસ્થાનમાં ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાઈલટ મુખ્યમંત્રી અશોક ગેહલોતના શહેર જાેધપુર પહોંચ્યા છે. ત્યાં પાઈલટે કહ્યું કે મંત્રીમંડળ વિસ્તારમાં પ્રભારી અજય માકનનો ર્નિણય અંતિમ છે. ટૂંકમાં વિસ્તરણ થશે. પાઈલટનું જાેધપુરમાં સ્વાગત થયું તેને પાઈલટનું શક્તિ પ્રદર્શન ગણવામાં આવે છે. કોંગ્રેસશાસિત ત્રણ રાજ્યો- પંજાબ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં રાજકીય હલચલ વધી ગઈ છે. પંજાબનો આંતરકલહ ચાલતો હતો ત્યાં જ હવે છત્તીસગઢનો મામલો દિલ્હી પહોંચી ગયો છે તો બીજી બાજુ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ભૂતપૂર્વ પ્રદેશપ્રમુખ સચિન પાઈલટ વચ્ચે પણ સત્તાની સાઠમારી ચાલી રહી છે. મંગળવારે છત્તીસગઢ મુદ્દે રાહુલ ગાંધી સાથે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને આરોગ્યમંત્રી ટી.એસ.સિંહદેવની મેરેથોન બેઠક યોજાઈ હતી. તેમાં પ્રદેશ પ્રભારી પી.એલ. પૂનિયા અને સંગઠન મહાસચિવ કે.સી.વેણુગોપાલ પણ જાેડાયા હતા. બેઠક પછી પૂનિયાએ કહ્યું કે નેતૃત્ત્વ પરિવર્તનની કોઈ વાત નથી. કેપ્ટન સામે મંત્રીઓ પંજાબમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સામે મંત્રીઓને ધારાસભ્યોએ મોરચો ખોલ્યો છે. મંગળવારે કેબિનેટમંત્રી રાજિન્દર બાજવાના ઘરે ૪ મંત્રી તથા ૨૧ ધારાસભ્યો ભેગા થયા હતા. તેમણે દિલ્હીમાં કોંગ્રેસની ટોચની નેતાગીરીનો મળવા માટે સમય માંગ્યો છે.