દિલ્હી-

ભારતીય જનતા પાર્ટી ના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યુ કે, ' કેટલાક લોકો આ મહામારી ના સમાધાનને બદલે, રાજકીય પ્રદૂષણ નો ભાગ બની રહ્યા છે.'

નકવીએ શુક્રવારે કહ્યુ હતુ કે, ' આ મહામારી માં , સમાધાનનો ભાગ બનવાને બદલે, કેટલાક લોકો રાજકીય રાજકારણના પ્રદુષણ નો ભાગ બની રહ્યા છે.' તેમણે કહ્યુ કે, ' રાહુલ ગાંધી અને અન્ય નેતાઓ, કંઈ પણ બોલી દેતા હોય છે. તેઓ આવી રીતે બોલીને ભય,અને ભ્રમ ફેલાવે છે, તે તેમના માટે યોગ્ય વાત નથી.'

નોંધનીય છે કે, રાહુલ સહિત અનેક વિપક્ષી નેતાઓ કોરોનાને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાની માંગ કરી રહ્યા છે. આ અંગે પ્રતિક્રિયા આપતા નકવીએ કહ્યુ કે, ' નેતાઓએ આ રીતે ડર અને ભ્રમ ન ફેલાવવો જોઈએ.'