વલસાડ, ૨૮ ફેબ્રુઆરી,રવિવારે વલસાડ જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તંત્રએ શનિવારે તમામ અંતિમ ઓપ આપી દીધો હતો.જિલ્લા પંચાયતની ૩૭, છ તાલુકા પંચાયતોની ૧૫૨ , ઉમરગામ પાલિકાની ૨૭ તેમજ ધરમપુર પાલિકાની ૧ બેઠક મળી કુલ ૨૧૭ બેઠકો પર ૫૧૩ ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો . મોટાભાગે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થયો હતો. જ્યારે તાલુકા પંચાયતોમાં અમુક બેઠકો પર અપક્ષો સાથે ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. ચૂંટણી માં કોરોના ની ગાઈડ લાઇનનો વિશેષ ધ્યાન રાખવા માં આવ્યો હતો. પ્રત્યેક પોલિંગ સ્ટાફ,અધિકારી,કર્મચારીઓનું સ્ક્રીનિંગ કરવા માં આવ્યું હતું.

ઇવીએમનું બટન દબાવવા હેન્ડ ગ્લોવ્ઝની વ્યવસ્થા, દરેક મતદારને એક હાથનું હેન્ડ ગ્લોવ્ઝ, મતદાન સ્થળે થર્મલ સ્કેનિંગ ગનથી મતદારનું તાપમાનની ચકાસણી કર્યા બાદ જ મતદાન કરવામાં આવતું હતું.પરંતુ મોટાભાગના મતદાન મથકો પર સોસીયલ ડિસ્ટન્સના ધજાગરા થયા હતા લોકોની જાગૃતતાના અભાવે ફરજ પર રહેલ પોલીસ કર્મીઓ હેરાન થયા હતા.