સર સયાજીરાવ ગાયકવાડને મહાત્મા ગાંધીએ ૧૯૩૩માં યરવડા જેલમાંથી પત્ર લખી બિરદાવ્યા હતા. સર સયાજીરાવ ગાયકવાડે વડોદરા રાજ્યમાં રહેતા હરિજનો માટે શિક્ષણના દ્વાર ખોલીને એક અદ્‌ભુત સામાજિક કાર્ય કર્યું હતું તેને બિરદાવતો આ પત્ર હતો. તેમાં મહાત્મા ગાંધી એવો પણ ઉલ્લેખન કર્યો હતો કે, કાયદા અને અસ્પૃશ્યતા નિવારણના સંદર્ભમાં પણ સર સયાજીરાવની કામગીરી મહત્વની બની હતી.