મુંબઇ

લોકપ્રિય ટીવી અભિનેતા અને 'બિગ બોસ 13' વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું છે.  રિપોર્ટ અનુસાર સિદ્ધાર્થને હાર્ટ એટેક આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધાર્થ શુક્લા રાત્રે દવાઓ લઈને સુતો હતો. પરંતુ કઈ દવા લેવામાં આવી તે અંગે કોઈ માહિતી મળી નથી. સિદ્ધાર્થ શુક્લનો મૃતદેહ હાલમાં મુંબઈની કૂપર હોસ્પિટલમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુના સમાચારથી સમગ્ર ફિલ્મ ઉદ્યોગ ચોંકી ગયો છે. તે તાજેતરમાં શહનાઝ ગિલ સાથે 'બિગ બોસ ઓટીટી'માં પણ જોવા મળ્યો હતો.