અમદાવાદ-

પોપ્યુલર બિલ્ડર રમણ પટેલના પુત્ર મૌનાંગ પટેલની પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી દહેજ માંગણી અને માનસિક ત્રાસ કેસમાં જામીન મેળવવા માટે દશરથ પટેલ દ્વારા દાખલ કરાયેલી અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે.

ગુજરાત હાઈકોર્ટે દહેજ માંગણી કેસમાં આરોપી દશરથ પટેલની જામીન ફગાવતા નોંધ્યું હતું કે અરજદાર દશરથ પટેલ સામે આ કેસ સિવાય અન્ય બે હ્લૈંઇ દાખલ કરવામાં આવી છે, જેથી જાે જામીન પર મુક્ત કરવામાં આવે તો સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. જેથી કોર્ટે આરોપીના જામીન ફગાવી દીધા હતા. ગુજરાત હાઈકોર્ટે અરજદારને ત્રણ મહિના બાદ ફરીવાર અરજી કરવાની છૂટ આપી છે.

અરજદારના એડવોકેટના તરફે રજુઆત કરવામાં આવી હતી કે આ કેસમાં ૪ આરોપીઓને જામીન મળી ચુક્યા છે, ત્યારે અરજદાર-આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે. ૨૮મી ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ફરિયાદીની માતાને ડિમાન્ડ ડ્રાફ્ટ મળ્યો હતો. જંકિત પ્રજાપતિ કે જેના પર ફરિયાદી અને તેની માતાને બળજબરીપૂર્વક ઓફીસ લઈ જવાનો આક્ષેપ છે, તેને આરોપી બનાવવામાં આવ્યો નથી પરંતુ જંકિત પ્રજાપતિ આ કેસમાં સાક્ષી છે.