પોરબંદર-

શહેરના છાયા વિસ્તારમાં 50 જેટલા કર્મચારીઓને પગાર ન મળતાં તેઓ એક દિવસ કામથી અળગા રહી હડતાળ પર બેઠા હતા અને પગાર આપોના સૂત્રોચ્ચાર કર્યા હતા.પગાર માટે અનેક વાર કચેરીઓના ધક્કા ખાઇ છે સફાઈ કર્મચારીઓ આ કર્મચારીઓએ અનેકવાર અધિકારીઓને બે મહિનાનો પગાર આપવાની રજૂઆત કરી હતી. પરંતુ માત્ર આશ્વાસન જ આપવામાં આવે અને ઘણા દિવસોથી પગાર બાબતે અધિકારીઓ દ્વારા ધક્કા ખવડાવવામાં આવતા કર્મચારીઓ રોષે ભરાયા હતા. સફાઈ કર્મચારીઓ તહેવાર નજીક હોવાથી ચિંતામાંહાલ નવરાત્રી ત્યારબાદ દિવાળીનો તહેવાર આવે છે. ત્યારે આ તહેવારના સમયમાં પગાર ન મળતાં તેઓ પરિવાર સાથે કેવી રીતે ઉજવણી કરશે, તેની ચિંતામાં મુકાયા છે. તેમજ તેમને તાત્કાલિક પગાર ચૂકવણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.