પોરબંદરમાં-

ઝુંડાળા વિસ્તારમાં રહેતો અને છૂટક મજૂરી કામ કરતો મિલન ધનજી સોલંકી નામનો યુવાન તારીખ 19 /01/ 2021ના રોજ ગુમ થઈ ગયો હતો. પરિવારજનો તેની શોધખોળ કરતા હતા. સોશિયલ મીડિયામાં પણ તેની તસ્વીર મુકવામાં આવી હતી, છતાં તેનો કોઇ પતો મળ્યો ન હતો.

જોકે, આજે તારીખ 21/1/ 2021 ના રોજ આ યુવાનો મૃતદેહ જુબેલી પુલ નીચે આવેલ ખાડીમાંથી મળી આવી હતી. આ અંગે લોકોએ પોલીસને જાણ કરી હતી અને પરિવારજનો પણ દોડી આવ્યા હતા. પુલ પર મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઈ હતી. પોલીસ દ્વારા યુવાનનો મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ખ્યાલ આવશે કે આ યુવાને આત્મહત્યા કરી છે કે કોઈ એ યુવાનની હત્યા કરી છે .હાલ પોલીસે તપાસનો ધમધમાટો શરૂ કર્યો છે. પોરબંદરમાં ત્રણ દિવસ પહેલા ગુમ થયેલ યુવાનનો મૃતદેહ જુબેલી પૂલ નીચે આવેલ ખાડીમાં આજે સવારે મળી આવતા પોલીસે તાત્કાલીક કાર્યવાહી ચાલુ કરી છે અને યુવાનની હત્યા થઈ છે કે યુવાને આત્મહત્યા કરી તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.