ધનસુરા,તા.૨૭ 

ધનસુરા તાલુકામાં કોરોનાનો એક પોઝિટીવ કેસ નોંધાયો હતો.ધનસુરાના હીરાખડી કંપામાં કોરોનાનો એક કેસ પોઝિટીવ નોંધાયો હતો.તેઓને વાત્રક ખાતે સારવાર આપવામાં આવી હતી.હીરાખડી કંપાના વૃદ્ધને કોરોના પોઝિટીવ નોંધાયો હતો.તેમનું સેમ્પલ લેવામાં આવ્યું હતું ત્યારબાદ રીપોર્ટ પોઝિટીવ આવતા આરોગ્ય વિભાગ ધ્વારા તાત્કાલિક ધોરણે આ વિસ્તાર ને સીલ કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ધનસુરા તાલુકામાં અત્યાર સુધી કોરોનાના ૨૦થી વધુ કેસ નોંધાયા છે.

તકેદારીના ભાગરૂપે ધનસુરા તાલુકા હેલ્થ ઓફિસર યોગેશભાઈ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ધોરણે ધનસુરાના હીરાખડી કંપામાં સેનેટાઈઝ કરવાની અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરે સુરક્ષા બાબતે તકેદારી પગલાંરૂપે આ વિસ્તારને કોવિડનો કન્ટેઇમેન્ટ એરિયા તરીકે જાહેર કરી લોકોની અવરજવર ઉપર  પ્રતિબંધ ફરમાવ્યો હતો.