ગાંધીનગર-

દિવાળીનો પર્વ હવે નજીક આવી રહ્યો છે. ત્યારે હવે ફટાકડા ફોડવા કે નહી તે અંગે જનતાનાં મનમાં પણ ઘણા સવાલો છે. ઘણાનું કહેવુ છે કે કોરોનાને ધ્યાને લઇ આ વર્ષે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદવો જોઇએ તો ઘણા ફટાકડા ફોડવાના તરરફેણમાં વાતો કરી રહ્યા છે. આ વચ્ચે રાજ્યમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુદ્દે આજે CM રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક મળે તેવી શક્યતાઓ છે.

આપને જણાવી દઇએ કે, આજે ફટાકડા ફોડવા કે નહીં તે મુદ્દે નિર્ણય આવી શકે છે. કોરોનાનાં કારણે પહેલા જ માહોલ ખરાબ છે ત્યારે જો ફટાકડા ફોડવામાં આવે તો તેની સીધી અસર કોરોનાનાં પીડિતો પર પડે તેવુ ઘણા એક્સપર્ટનું કહેવુ છે. આ સ્થિતિમાં હવા પ્રદૂષણ અને કોરોનાને લઈને મોટો નિર્ણય લેવાઇ શકે છે. જણાવી દઇએ કે, રાજસ્થાન,કર્ણાટક,પશ્ચિમ બંગાળે પહેલા જ પ્રતિબંધ લાદ્યો છે.