દિલ્હી-

મોન્સૂનમાં પ્રથમ બ્રેક જુલાઈમાં જાેવા મળ્યો અને ઓગસ્ટના પ્રથમ પંદર દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ મોન્સૂનમાં બીજાે બ્રેક મોન્સૂન ફેઝ આવ્યો. નબળા વરસાદને કારણે સમગ્ર ભારતમાં સીઝનલ વરસાદની અછત ઓગસ્ટના બીજા પંદર દિવસ સુધીમાં ૯ ટકા પર આવી ગઈ. સામાન્યથી ઓછા મોન્સૂનની સામાન્યથી નીચેની સ્થિતિમાં અત્યારસુધીમાં કોઈ સુધારો થયો નથી. સ્કાઈમેટના જતીન સિંહના જણાવ્યા અનુસાર, મોન્સૂન નબળું પડવાનું કારણ હિન્દ મહાસાગરમાં લાંબા ૫ ફેઝ અને જુલાઈ-ઓગસ્ટમાં એમાં ફેરફાર હોઈ શકે છે. પશ્ચિમી હિન્દ મહાસાગરની સપાટીનું તાપમાન પૂર્વ હિન્દ મહાસાગરની સરખામણીમાં ઓછું અને વધુ રહે છે. હિન્દ મહાસાગર દ્વિધ્રુવ જાેકે સપ્ટેમ્બરમા બનવાના કોઈ સ્પષ્ટ સંકેત નથી સ્કાઈમેટ હવામાનની આગાહી કરનારી અને કૃષિ રિસ્ક સોલ્યુશન આપનારી ભારતની એકમાત્ર ખાનગી કંપની છે. એની શરૂઆત ૨૦૦૩માં થઈ હતી. સ્કાઈમેટ પોતાનું ન્યૂમેરિક વેધર પ્રોડક્શન મોડલ રન કરે છે. વીજળીનો સપ્લાઈ કરનારી કંપનીઓ, ઘણા મીડિયો ગ્રુપ, ખેડૂતો સાથે જાેડાયેલી સર્વિસ, કીટનાશક અને ફર્ટિલાઈઝર બનાવનારી અને લોજિસ્ટિક્સ ઓપરેટરોને આ કંપની હવામાનનું પૂર્વાઅનુમાન ઉપલબ્ધ કરાવે છે. સ્કાઈમેટ રિમોટ સેન્સિંગ અને પણ સંચાલન કરે છે.

સ્કાઈમેટે જૂન માટે ૧૦૬ ટકા અને જુલાઈ માટે ૯૭ ટકા વરસાદની આગાહી કરી હતી. એની સરખામણીએ જૂન અને જુલાઈમાં ન્ઁછના ૧૧૦ ટકા અને ૯૩ ટકા વરસાદ થયો. હાલની સ્થિતિને જાેતાં સ્કાઈમેટે મોન્સૂનના અગાઉના અનુમાનમાં ફેરફાર કરીને તેને ૯૪ ટકા કર્યું છે. મંથલી બેસિસ પર હવે મોન્સૂનની આગાહી આ રીતે છે. ગુજરાત, રાજસ્થાન, ઓડિશા, કેરળ અને પૂર્વાત્તર ભારતમાં આગળ પણ વરસાદ ઓછો રહેવાની શક્યતા હવામાનની આગાહી કરતી પ્રાઈવેટ કંપની સ્કાઈમેટે કહ્યું છે કે આ વર્ષે વરસાદનો આંકડો સામાન્યથી ૬૦ ટકા ઓછો રહેશે. સ્કાઈમેટે આ પહેલાં ૧૩ એપ્રિલ ૨૦૨૧ના રોજ હવામાનની આગાહી જાહેર કરી હતી. એ સમયે દેશમાં સામાન્ય વરસાદની વાત કહેવામાં આવી હતી, જાેકે અપડેટેડ અનુમાન મુજબ, આ વર્ષે વરસાદ સામાન્યથી ૬૦ ટકા ઓછી રહેવાની શક્યતા છે. હવામાનની ભૌગોલિક અસરની વાત કરવામાં આવે તો ગુજરાત, રાજસ્થાન, ઓડિશા, કેરળ અને પૂર્વાત્તર ભારતમાં આગળ પણ વરસાદ ઓછો રહેવાની શક્યતા છે. ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં દુષ્કાળની શક્યતા છે. જાેકે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના ઘણા વિસ્તારમાં વરસાદનો આંકડો સામાન્ય કે એનાથી વધુ રહ્યો છે. આ કારણે દેશના કેન્દ્રીય ભાગમાં પાક નબળો રહેવાની શક્યતા પણ છે. ઓગસ્ટમાં ન્ઁછ(૨૫૮.૨ સ્સ્)ની સરખામણીએ ૮૦% વરસાદ પડી શકે છે. આ મહિને ૮૦ ટકા શક્યતા ઓછા વરસાદની છે, જ્યારે ૨૦ ટકા શક્યતા સામાન્ય વરસાદની છે. સપ્ટેમ્બરમાં (૧૭૦.૨ સ્સ્)ની સરખામણીએ ૧૦૦% વરસાદ થઈ શકે છે. આ મહિને ૬૦ ટકા શક્યતા સામાન્ય વરસાદની છે, ૨૦ ટકા શક્યતા સામાન્યથી વધુ વરસાદની છે અને ૨૦ ટકા શક્યતા સામાન્યથી ઓછા વરસાદની છે. આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ મોન્સૂનની શરૂઆત સમયે થઈ હતી. ટેક્નિકલ રીતે લાંબા સમયમાં વરસાદનું સરેરાશ અનુમાન એટલે કે ૧૧૦%, પરંતુ જૂનના અંતમાં સારો વરસાદ થયો હતો જ્યારે ૧૧ જુલાઈ સુધી વરસાદ નબળો રહ્યો. આ કારણે જુલાઈમાં ન્ઁછ ૯૩ ટકા રહ્યો, એટલે કે સામાન્યથી ઓછો વરસાદ થયો.