ન્યુ દિલ્હી,તા.૫

દેશની ૭૨ ટકા એમએસએમઈએ જણાવ્યું છે કે, બિઝનેસને ફરીથી શરૂ કરવા માટે તેમને નિશ્ચિત રીતે છટણી કરવી પડશે. માત્ર ૧૪ ટકા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ એવા છે જેમણે જણાવ્યું છે કે તેઓ છટણી વગર વેપાર કરવા માટે સક્ષમ છે. ઓલ ઈÂન્ડયા મેન્યુફેક્ચરર્સ એસોસિએશન અને ૯ અન્ય ઔદ્યોગિક સંગઠનો તરફથી કરાયેલા સર્વેમાં આ વાત સામે આવી છે. 

ત્યાં જ કોર્પોરેટ જગતના ૪૨ ટકા ઉદ્યોગોએ જણાવ્યું છે કે, તેમને કામ ચાલું રાખવા માટે તેમના વર્ક ફોર્સમાં ઘટાડો કરવો પડશે. માત્ર ૧૮ ટકા કંપનીઓ એવી છે જેમણે તેમના હાલના વર્ક ફોર્સ સાથે કામ કરવાની વાત કરી છે.

ઓલ ઇન્ડિયામેન્યુફેક્ચરર્સ એસોસિએશનના આ સર્વેમાં એમએસએમઈ સેક્ટર, સેલ્ફ એમ્પલોયડ અને કોર્પોરેટ સીઈઓ જેવા ૪૬,૫૨૫ લોકોએ ભાગ લીધો હતો. ૨૪મેથી ૩૦મેના સુધી કરાયેલા આ સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, લઘુ અને મધ્યમાં ઉદ્યોગોને સેલેરી આપવામાં સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે જ બાકીની રકમ પ્રાપ્ત કરવામાં, નવા ઓર્ડર મેળવવામાં અને ઈએમાઈની ચૂકવણીમાં પણ મુશ્કેલી પડી રહી છે. 

સર્વે મુજબ, ૩૨ ટકા ઉદ્યોગોની સેલેરીની પેમેન્ટની ચિંતા છે. આ ઉપરાંત ૨૦ ટકા ઉદ્યોગોએ જણાવ્યું છે કે, હાલના મેનપાવરની સાથે તેમને કામ કરવામાં મુશ્કેલી થઈ શકે છે. ૧૫ ટકાને નવા ઓર્ડર પ્રાપ્ત કરવામાં મુશ્કેલી અને કાચા માલની ઉપલબ્ધતાને લઈને ચિંતા છે. સેલ્ફ એમ્પ્લોયડની લોકોની વાત કરીએ તો ૩૬ ટકાએ લોકોએ જણાવ્યું છે કે, તેમણે પહેલા કરેલા કામનું પેમેન્ટ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.