ન્યૂ દિલ્હી

વિશ્વના મહાન ઓલરાઉન્ડર કપિલ દેવ હવે દેશભરમાં ગોલ્ફના વિકાસમાં કામ કરશે. કપિલ દેવને પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઇન્ડિયાના બોર્ડ સભ્ય તરીકે જોડવામાં આવ્યા છે. પીજીટીઆઈએ સોમવારે તેની માહિતી આપી હતી. કપિલ દેવે કહ્યું કે તેઓ આ નવી ઇનિંગથી ખુશ છે અને હવે દેશમાં ગોલ્ફના વિકાસ માટે કામ કરશે. ભારતનો પહેલો વર્લ્ડ કપ ક્રિકેટ (૧૯૮૩) જીતેલા મહાન ક્રિકેટરએ કહ્યું કે પીજીટીઆઈએ તેમને આ નવી સેવા માટે પસંદ કર્યા હોવાનો મને આનંદ છે. ૧૯૮૩ ના વર્લ્ડ કપમાં કપિલ દેવ ટીમ ઈન્ડિયાના કેપ્ટન હતા અને તેમના નેતૃત્વમાં તેમણે ભારતને પ્રથમ વર્લ્ડ કપનો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો હતો. પીજીટીઆઈ દ્વારા જારી કરવામાં આવેલી એક પ્રેસ રિલીઝમાં કપિલે કહ્યું કે, 'મને બોર્ડનો સભ્ય બનાવવા બદલ હું પીજીટીઆઈનો આભાર માનું છું. હું પીજીટીઆઈનો ભાગ બનવા માટે ખૂબ જ ખુશ છું અને એક રમત તરીકે ગોલ્ફને પ્રોત્સાહન આપવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. '


દરમિયાન તાતા સ્ટીલ પીજીટીઆઈ અને નોઈડાના પ્રોમિથિયસ સ્કૂલ દ્વારા સંયુક્તપણે દિલ્હી-એનસીઆર ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવશે. મંગળવારથી આ ટૂર્નામેન્ટ ગુરુગ્રામના ગોલ્ડન ગ્રીન્સ ગોલ્ફ ક્લબ ખાતે રમાશે. પ્રો-એમ પ્રોગ્રામ ૨૦ માર્ચે યોજાશે. ટોક્યો ઓॅલિમ્પિક્સની લાયકાત માટે હવે ફક્ત ૩ મહિનાનો સમય બાકી છે. જેની છેલ્લી તારીખ ૨૧ જૂન છે. રાશિદ ખાન (૩૦૬), ઉદયન માને (૩૧૭), કરણદીપ કોચર (૩૪૮) અને ચિકરનગપ્પા (૩૪૯) વર્લ્ડ રેન્કિંગમાં ટોચના ચાર ભારતીય ગોલ્ફર્સ છે.