સુરત-

મેગેઝિન ચાર્લી હેબ્દો દ્વારા વિવાદિત કાર્ટુન મામલે ફ્રાન્સ સરકાર વિરુદ્ધ અનેક દેશોમાં લઘુમતી સમાજ દ્વારા વિરોધ નોંધવામાં આવી રહ્યા છે. ભારતમાં પણ ભોપાલ, મુંબઇ બાદ હવે સુરતમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વિરુદ્ધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. સુરતના અઠવા વિસ્તારમાં અનેક રસ્તાઓ પર ફ્રાન્સના રાષ્ટ્રપતિના પોસ્ટર લગાવવામાં આવ્યા અને તેમના પરથી વાહનો પસાર થઈ રહ્યા હતા. જોકે આ વિરોધનો વંટોળ હવે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. વડોદરા બાદ હવે સુરતમાં પણ ફ્રાન્સના રાષ્ટ્રપતિના વિરોધમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.