રાજકોટ ગુજરાત કેડરના ૧૯૮૮ બેચના બે આઈપીએસ અધિકારી પ્રવિણ સિંહા અને અતુલ કરવાલ જાે કોઈ નવો ઓર્ડર ન મળે તો વયનિવૃત્તી સુધી જે છે તે પોસ્ટ પર રહી શકે છે. ત્યાં જ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, રાજકોટના રેન્જ આઈજી રહી ચૂકેલા સિંહાને માર્ચ ૨૦૨૨ સુધી સીબીઆઈ સ્પેશ્યલ ડાયરેકટર તરીકે હુકમ થયો છે. જ્યારે રાજકોટ ગ્રામ્યમાં એસપી રહી ચૂકેલા કરવાલને માર્ચ ૨૦૨૪ સુધી સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમીના ડાયરેકટર પડે રહેવા આદેશ કરાયો છે. આ હુકમ જાે નવો કોઈ હુકમ ના થાય તો માન્ય રહેશે તેમ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર દ્વારા જણાવવામાં આવ્યું છે.ગુજરાત કેડરના ૧૯૮૮ બેચના આઈપીએસ પ્રવીણસિંહા સીબીઆઈમાં મુકાયા તે પહેલા સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં એડીશનલ સેક્રેટરી તરીકે ફરજ બજાવી ચુક્યા હતા. ગુજરાતમાં તેઓ જૂદી જૂદી પોસ્ટ પર પોતાની સેવા આપી છે. સીબીઆઈ ડાયરેક્ટર તરીકે તેઓ હાલમાં એક્ટર સુશાતસિંગ રાજપૂત આત્મહત્યા કેસ અને કોલસા કૌભાંડ કેસનું સુપરવિઝન કરી રહ્યા છે.આઈપીએસ અતુલ કરવાલ ડીસેમ્બર , ૨૦૧૯ સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમીમાં ડાયરેક્ટર પદે જાેડાયા હતા.